MUK BADHIR 3

ફિલ્મ મેકીંગના હુનર અને સાઈન લેંગ્વેંજના સમન્વય….વીડિયોની અનોખી દાસ્તાન

મૂક બધીર હિરેનભાઈનું મૌન વાચાળ બની તેમના જેવા અનેક લોકોને કોરોના સામે લડવાનો જુસ્સો પૂરો રહયું છે

ફિલ્મ મેકીંગના હુનર અને સાઈન લેંગ્વેંજના સમન્વય થકી વગર બોલ્યે પણ બધું કહી દેતા વીડિયોની અનોખી દાસ્તાન

આલેખન : કેતન દવે/પ્રિયંકા પરમાર

 રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:કોરોનાની મહામારી સામે મક્કમતાથી લડવા માટે પ્રત્યેક વ્યક્તિ જાગૃત બની કોરોનાના સંક્રમણને અટકાવવા બનતા તમામ પ્રયાસ કરી રહ્યા છે. આ માટે સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈ સામાન્ય જન એક બિજા સાથે વિવિધ માધ્યમો દ્વારા વિચારોનું આદાન પ્રદાન કરી કોરોનાથી બચવા માટે જાગૃતિ ફેલાવી રહયાં છે. પરંતુ કોરોનાના આ સંક્રમણથી બચવા માટે જે સામાન્ય નથી એવા લોકો એટલે કે, 

દિવ્યાંગ જનોનું શું ? જે લોકો મૂક – બધીર છે. એટલે કે જે બોલી કે સાંભળી શકતા નથી તેવા લોકોનું શું તેમને આ મહામારી સામે કેવી રીતે પોતાનું રક્ષણ કરવું તે તેમને કેવી રીતે સમજાવવું ? આવા વિચારોના પરિણામે રાજકોટની વિરાણી બહેરા મૂંગા શાળાના શિક્ષક હિરેનભાઈ પંડયા દ્વારા કોરોનાની મહામારી વચ્ચે આરંભાયું છે, દિવ્યંગજનોને કોરોનાથી બચાવવા માટે તેમને જાગૃત કરવા માટેનું યજ્ઞકાર્ય.

MUK BADHIR 4

હંમેશા ખુશીઓની લહેરમાં ઉછળતું, ખાણી-પીણાના તીખા-ખટ્ટમીઠાં સ્વાદની  જેમ  જીવનના  દરેક રસને મોજથી માણતું, પારકાઓને પણ પોતાના રંગમાં રંગાવી દે તેવું અનોખું અને અનેરું રાજકોટ દરેક રાજકોટવાસીઓની શાન છે. આવા રાજકોટવાસી કોઈ કાળે કોરોના સામે હાર ન સ્વીકારી શકે.અને એટલે જ આજે રાજકોટના આ મુકબધીર હિરેનભાઈ તેમની સાઈન લેંગ્વેજના સપ્તરંગીરંગોવડેપોતાના મુકબધીર ભાઈઓ અને બહેનોને કોરોના સામે લડવાની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

સતત નવું કરવાની અને શીખવાની તત્પરતા  ધરાવતા મુકબધીર હિરેનભાઈ શ્રી છગનભાઈ શામજીભાઈ વિરાણી બહેરા મુંગા શાળામાં વર્ષ ૨૦૦૯ થી શિક્ષક તરીકે કાર્યરત છે. કોરોના કાળમાં સ્પષ્ટ બોલીસાંભળીજોઈ શકતો માનવી ભયના ઓથાર નીચે જીવી રહ્યો છે. ત્યારે મુકબધીર લોકોને તો વિશેષ સાવચેતી, સલામતી અને હુંફની જરૂર હોય છે. તેથી ફિલ્મ મેકીંગના હુનર અને સાઈન લેંગ્વેંજના સમન્વય સાથે હિરેનભાઈ વીડિયોના માધ્મયથી પોતાના મુકબધીર ભાઈઓબહેનોને કોરોના સામે લડાઈ લડવાની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. કોઈપણ પ્રકારના અવાજ વગરનો હિરેનભાઈના આવા વીડિયોમાં તેમનું મૌન વાચાળ બની તેમના જેવા અનેક મૂક – બધિર લોકોને કોરોના સામે સાવચેત રહેવા અને સરકારની માર્ગદર્શિકા મુજબ જરૂરી સાવધાની રાખવા પ્રેરણા પૂરી પાડી રહયો છે.

loading…

કોરોના સામે હિરેનભાઈના કાર્યશીલ પ્રયાસોને પ્રોત્સાહનબળ પૂરૂં પાડવા માટે શ્રી વિરાણી બહેરામુંગા શાળાએ પોતાના ખર્ચે તેમને કેમેરા, લાઈટીંગ અને ટ્રાઈપોડ જેવી સુવિધાઓ પુરી પાડી છે. જેનો ઉપયોગ કરીને સાઈન લેંગ્વેંજ દ્વારા કોરોનાથી સંક્રમિત થતા કેમ બચવું, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા, સોશ્યિલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા, તબીબો પોલીસ સફાઈકામદારો  સહિતના ફ્રન્ટલાઈન  કોરોના  વોરીયર્સને માન આપવા, ગમે ત્યાં ન થૂંકવા સહિતના અનેક સંદેશાઓ હિરેનભાઈ તેમના વાચાળ મૌન સાથે મુકબધીર લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

આ ઉપરાંત તેમની શાળામાં ભણતા ૨૬૦ થી વધુ વિદ્યાર્થીઓને યુ-ટ્યુબ ચેનલના માઘ્યમથી પણ તેઓ શિક્ષણ આપી રહ્યા છે. મુકબધીર બાળકોને ઘર બેઠા શિક્ષણ મળી રહે તે માટે પણ અનેક વીડિયો તેમણે સોશ્યિલ મીડિયાના પ્લેટફોર્મ પર પ્રસારિત કર્યા છે. અને દુનિયાભરના મુકબધીરોની અનન્ય સેવા કરી રહ્યા છે.

માહિતી ખાતાની ટીમ સાથે ઈન્ટરપ્રિટર હિનાબેન પડીયાના માધ્યમથી વાત કરતાં હિરેનભાઈએ જણાવ્યું હતું કે, મારા મુકબધીર ભાઈઓ માટે કંઈપણ કરવું મારા માટે હંમેશા ગૌરવની બાબત રહી છે. વીડિયો શુટીંગ અને એડીંટીગની મેં ખાસ તાલીમ લીધેલી છે. તો એનો ઉપયોગ સમાજની સેવા માટે આનાથી વધુ સારો શું હોય શકે ! હિરેનભાઈએ વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સંકટની આ ઘડીમાંથી આપણે ચોક્કસ બહાર આવી જશું. જરૂર છે માત્ર થોડી સાવચેતીની. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ” હારશે કોરોના, જીતશે રાજકોટ”