Armed Forces Flag Day on 7th December 2

મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

ગાંધીનગર, ૦૭ ડિસેમ્બર: મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી દેશ ની સરહદો સાચવતા અને માતૃભૂમિ ની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આપણાં દેશના સીમાડે સતત ખડેપગે રહીને સરહદ પાર ની ઘૂસણખોરી અને નાપાક હરકતો નો જડબા તોડ જવાબ આપી માભોમ ની રક્ષા કરવા ઉપરાંત આંતરિક સલામતિ સુરક્ષા આપણાં સશસ્ત્ર દળોના જવાનો નિભાવે છે

whatsapp banner 1

દેશમાં કુદરતી કે માનવ સર્જિત આપત્તિ પુર વાવાઝોડું ભૂકંપ કે કાયદો વ્યવસ્થા ની જાળવણી માં પણ સ્થાનિક પ્રશાસન ને મદદરૂપ થતા આ સેનાનીઓ અને સશસ્ત્ર દળો ના કર્તવ્યનિષ્ઠ ફરજ પરસ્ત જવાનોના અને દેશ માટે સમર્પિત થઈ પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોના પરિવારો ના કલ્યાણ હેતુથી આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરી તેમની સેવાઓ નો ઋણ સ્વીકાર કરે છે.

Chief Minister Shri Vijay Bhai Rupani on the occasion of Armed Forces Flag Day on 7th December


મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આપણાં અડીખમ યોદ્ધાઓ અને વીર સેનાનીઓ પ્રત્યે આદર ભાવ પ્રગટ કરવા અને તેમના કલ્યાણ માટે ઉદાર હાથે સૌ નાગરિકો સશસ્ત્ર સેના ધ્વજ દિવસે ફાળો આપે તેવી અપિલ પણ કરી હતી મુખ્યમંત્રીશ્રી એ આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉપલક્ષ્યમાં ગાંધીનગર માં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.
આ વેળા ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર , સૈનિક કલ્યાણ બોર્ડ ના નિયામક નિવૃત કમાંડર શશિકુમાર ગુપ્તા, નાયબ નિયામક પી એચ ચૌધરી તેમજ ગુજરાત પ્રદેશ ના ડિફેન્સ પી આર ઓ, એરફોર્સ ના અધિકારીઓ પણ જોડાયા હતા