“સહી પોષણ દેશ રોશન” ના સૂત્ર ને ચરિતાર્થ કરતું રાજકોટ આઈ.સી.ડી.એસ.

- વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે “સહી પોષણ દેશ રોશન” ના સૂત્ર ને ચરિતાર્થ કરતું રાજકોટ આઈ.સી.ડી.એસ.
- સોશિયલ ડિસ્ટન્સ સાથે ૪૦ આંગણવાડી વર્કર બહેનોને આપી કિચન ગાર્ડનની તાલીમ
અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ
રાજકોટ,૧૮ સપ્ટેમ્બર: તાજેતરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન ના ઉપલક્ષમાં પોષણ અભિયાનના “સહી પોષણ દેશ રોશન” ના સૂત્ર મુજબ રાજયનાં તમામ બાળકો, સગર્ભા અને ધાત્રીમાતાઓ અને કિશોરીઓનાં પોષણ સ્તરમાં સુધારો લાવવા ઝુંબેશ રૂપે લોકજાગૃતિ અને જનભાગીદારી દ્વારા પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. જ્યાં ગત તા. ૧૭.૦૯.૨૦૨૦ ના રોજ આઈ.સી.ડી.એસ. રાજકોટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડીયા ના સંયુક્ત ઉપક્રમે ન્યુટ્રી ગાર્ડનની તાલીમ રાજકોટ ગ્રામ્યના ૪૦ આંગણવાડી વર્કર બહેનોને સરકારશ્રીની માર્ગદર્શિકાને અનુસરી સોશિયલ ડિસ્ટનસ સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડીયાના કેમ્પસ માં આપવામાં આવી જ્યાં પોષણ વાટિકા અંગેનું નિદર્શન આંગણવાડી વર્કર બહેનોને આપવામાં આવ્યું હતું. કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સીનીયર સાયન્ટીસ્ટ ડો.બી.બી. કાબરીયાએ કરી હતી ત્યારબાદ ઉપસ્થિત અન્ય મહાનુભાવો પ્રોગ્રામ ઓફીસરશ્રી વત્સલાબેન દવે, ડો.જી.આર.શર્મા, પ્રિન્સીપલ, પોલીટેકનીક કોલેજ એગ્રીકલ્ચર એન્જીનરીંગ, તરઘડિયા અને શ્રી સુરેશભાઈ કવાડ, ફિલ્ડ ઓફિસર, ઇફકો ઉપસ્થિત રહ્યા હતા.
આ તાલીમમાં ઇકો કંપની અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના સૌજન્ય દ્વારા શાકભાજીના બિયારણના કીટનું વિતરણ કરવામાં આવેલ હતું ત્યારબાદ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કિચન ગાર્ડન ની પદ્ધતિ ઉછેર જાળવણી વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. તેમ તેમ રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેની યાદીમાં જણાવવામાં આવ્યું છે.