bjp celebration 2

યાત્રાધામ અંબાજી ખાતે ભાજપા પાર્ટી મંડળ દ્વારા ભાજપા ની જીત ને લઇ વિજ્યોત્સવ (Celebration) મનાવ્યો….આતશબાજી કરી.

Celebration

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૦૨ માર્ચ:
ગુજરાત રાજ્ય માં તાલુકા અને જીલ્લા પંચાયત સહીત (Celebration) વિવિધ નગરપાલીકાઓ ની સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણી નાં પરીણામે કોંગ્રેસ ને જબરદસ્ત ફટકો આપ્યો છે. ને ભાજપા નો ઠેર ઠેર કેસરીયો લહેરાતાં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી માં કમળ અગ્રેસર રહ્યુ છે. જેમાં બનાસકાંઠા જીલ્લા ની નગરપાલીકા માં પણ અભુત પુર્વ ભાજપા એ જીત મેળવી છે.

Whatsapp Join Banner Guj

જેને લઇ યાત્રાધામ અંબાજી ખાતે ભાજપા પાર્ટી મંડળ દ્વારા ભાજપા ની જીત ને લઇ વિજ્યોત્સવ (Celebration) મનાવ્યો હતો. ને ડી.કે સર્કલ ઉપર ફટાકડાં ફોડી ભાજપા ની જીત ને વધાવી હતી ને આ વિજ્યોત્સવ ને એક પ્રસંગ તરીકે બીરદાવી આવનારા સમય માં પણ ઠેક ઠેકાણે ભાજપા નું કમળ અગ્રેસર રહેશે તેવું અંબાજી શહેર ભાજપા મંડળ નાં પ્રમુખ મૃગેશ મહેતા એ જણાવ્યુ હતુ.

આ જે અંબાજી માં ઠોલ નગારા સાથે ઉજવાયેલાં વિજ્યોત્સવ (Celebration) માં ભાજપા મંડળ નાં પદાધીકારીઓ, શુભેચ્છકો સહીત કાર્યકર્તાઓ ઉપસ્થીત રહ્યા હતા.

આ પણ વાંચો…મોટા સમાચારઃ ચૂંટણીના પરિણામ જાહેર થતા જ કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપી દીધું રાજીનામું (Resignation)