Nurse Bday Gift 3 edited

જન્મદિવસે જ નર્સિંગ બહેનોને વીમા કવચ સ્વરૂપે ‘બર્થ ડે રિર્ટન ગિફ્ટ

જન્મ દિવસની અનોખી ઉજવણી

Nurse Bday Gift 3 edited

જન્મદિવસે જ નર્સિંગ બહેનોને વીમા કવચ સ્વરૂપે ‘બર્થ ડે રિર્ટન ગિફ્ટ’ આપતા: ઈકબાલ કડીવાલા

કોરોના વોરિયર્સ તરીકે કાર્ય કરતી ગુજરાતની ૫૦૦૦ આઉટ સોર્સિંગ નર્સિંગ બહેનોને રૂ. ૨ લાખનું વિમા કવચ પુરૂ પાડીને અનોખી રીતે ઉજવ્યો જન્મ દિવસઃ

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત

સુરત,૧૦ ઓક્ટોબર: સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ધામધુમપૂર્વક અને મસમોટા ખર્ચાઓ કરી પરિવાર, મિત્રો સાથે મળીની ઉજવણી કરતા હોય છે. પરંતુ કોરોનાની મહામારીના સમયને ધ્યાનમાં રાખીને ખરા કોરોના વોરિયર્સ કે જે દર્દીઓની સૌથી નજીક અને વધારે સમય આપીને સેવા કરતા અને હંમેશા સેવાકીય પ્રવૃતિમાં માનનારા ગુજરાત નર્સિંગ કાઉન્સીંગના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ આજરોજ તા.૧૦ ઓક્ટોબરના રોજ પોતાના ૫૧માં જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરીને સમાજ માટે પ્રેરણાદાયી પહેલ કરી છે.

Nurse Bday Gift 2 edited

સમગ્ર ગુજરાતમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરતી ૫૦૦૦ આઉટ સોર્સિંગ નર્સિંગ બહેનોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત રૂા.બે લાખના અકસ્માત વિમા યોજનાનું પ્રિમિયમ ભરીને જન્મદિવસને યાદગાર બનાવ્યો છે. જેમાં સુરતની ૧૫૦ આઉટ સોર્સિગની બહેનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવી સિવિલ હોસ્પિટલના ૭૦૦ સફાઈ કામદાર બહેનોને પણ સુરક્ષા વીમા યોજના હેઠળ પ્રીમિયમની ચૂકવણી કરીને કોરોના વોરિયર્સને અનોખી રિર્ટન ગીફ્ટ આપી છે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ ૫ હજાર બહેનો અને ૭૦૦ સફાઈ કામદારોને વર્ષે રૂા.૧૨નું વીમા પ્રિમિયમ કડીવાલા ચૂકવશે. જેથી આકસ્મિક અવસાન કિસ્સામાં વીમાધારકના વારસદારોને રૂા.બે લાખ મળવાપાત્ર થશે.

Nurse Bday Gift edited

આ ઉજવણી પ્રસંગે ધારાસભ્યશ્રીમતિ સંગીતાબેન પાટીલ અને યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલના હસ્તે સફાઈ કામદાર બહેનો અને આઉટ સોર્સિંગ નર્સિંગ બહેનોને ‘વીમા કવચ પ્રિમિયમ ફોર્મ એનાયત કરાયા હતા. આ વેળાએ ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ પરેશ પટેલ, નર્સિંગ અસોસિએશનના અગ્રણી દિનેશ અગ્રવાલના ઉપસ્થિત રહ્યા હતા.

loading…