ભુજ – દાદર સ્પેશિયલ વિરમગામ સ્ટેશન પર રોકાશે

અમદાવાદ, ૨૫ સપ્ટેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા ટ્રેન નંબર 09116-09115 ભુજ-દાદર સ્પેશિયલ ટ્રેન ને 27 સપ્ટેમ્બર 2020 થી વિરમગામ સ્ટેશન પર સ્ટોપેજ પ્રદાન કરવામાં આવ્યું છે.
તદનુસાર, ટ્રેન નંબર 09116 ભુજ – દાદર સ્પેશિયલ 27 સપ્ટેમ્બરના રોજ 03.47 વાગ્યે વિરમગામ પહોંચશે અને 03.49 વાગ્યે દાદર માટે ઉપડશે. વાપસી માં ટ્રેન 09115 દાદર-ભુજ સ્પેશિયલ પ્રતિદિન 00.56 વાગ્યે વિરમગામ પહોંચશે અને ભુજ માટે 00.58 વાગ્યે ઉપડશે.