ભુજ – દાદર અને ભુજ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ અંજાર સ્ટેશન પર રોકાશે

pic 2 2.6 1

અમદાવાદ, ૨૬ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09116 /09115 ભુજ – દાદર – ભુજ અને 09456/09455 ભુજ – બાંદ્રા – ભુજ સ્પેશિયલનું 26 ડિસેમ્બર, 2020 થી અંજાર સ્ટેશન પર વધારાના સ્ટોપ આપવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે: –

Railways banner

1. ટ્રેન નંબર 09116 ભુજ – દાદર સ્પેશિયલ અંજાર સ્ટેશન પર દરરોજ 23:07 વાગ્યે પહોંચશે અને 23:09 વાગ્યે દાદર માટે પ્રસ્થાન કરશે. આવી જ રીતે ટ્રેન નંબર 09115 દાદર – ભુજ સ્પેશિયલ અંજાર સ્ટેશને રોજ 05:52 વાગ્યે પહોંચશે અને 05:54 વાગ્યે ભુજ જવા રવાના થશે.

2. ટ્રેન નંબર 09456 ભુજ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ દરરોજ 20:47 વાગ્યે અંજાર સ્ટેશન પર પહોંચશે અને 20:49 વાગ્યે બાંદ્રા ટર્મિનસ માટે ઉપડશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09455 બાન્દ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ દરરોજ 07:35 વાગ્યે અંજાર સ્ટેશન આવશે અને 07:37 વાગ્યે ભુજ જવા રવાના થશે.

આ પણ વાંચો…