Bhavnagar-Bandra: ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન 16 ફેબ્રુઆરીથી દરરોજ દોડશે

Bhavnagar-Bandra: ટિકિટનું બુકિંગ 11ફરવરીથી શરૂ થશે

 Bhavnagar-Bandra

અમદાવાદ, ૧૦ ફેબ્રુઆરી: Bhavnagar-Bandra: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભાવનગર ડિવિઝનની ભાવનગર ટર્મિનસથી ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન (02972) 16 ફેબ્રુઆરી, 2021 થી અને (Bhavnagar-Bandra) બાન્દ્રા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન (02971) 17 ફેબ્રુઆરી, 2021 થી દરરોજ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી મુસાફરોને મોટી રાહત મળશે. હાલમાં આ વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસથી અઠવાડિયાના ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને શુક્રવારે અને બાંદ્રા ટર્મિનસથી મંગળવાર, ગુરુવાર અને શનિવારે ચાલે છે.

Railways banner

ટ્રેન નં. 02972/02971 (Bhavnagar-Bandra) ભાવનગર-બાંદ્રા-ભાવનગરનું બુકિંગ 11 ફેબ્રુઆરી 2021 થી નામિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેન સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે. સંબંધિત ટ્રેનની વિગતવાર માહિતી માટે, મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે.

આ પણ વાંચો…Disha patani Photos: દિશા પટનીએ દરિયા કિનારે આપ્યો ગ્લેમર્સ લુક, વાયરલ થયા ફોટોઝ