Bandra- Bikaner: બાંદ્રા ટર્મિનસ બિકાનેર સ્પેશ્યલ ટ્રેનોના ફેરા પુનઃ શરૂ 4 જોડી તહેવાર સ્પેશ્યલ ટ્રેનોના ફેરા વધારવામાં આવશે

Bandra- Bikaner: ટ્રેન  નં : 02474   બાંદ્રા ટર્મિનસ-બિકાનેર વિશેષ ટ્રેન હવે 22,જૂન 2021 થી 29,જૂન 2021 સુધી ચાલશે.

અમદાવાદ , ૧૭ જૂન: Bandra- Bikaner: યાત્રીઓની સુવિધા અને તેમની યાત્રાની માંગ ને પુરી કરવા માટે બાંદ્રા ટર્મિનસ બિકાનેર સ્પેશ્યલ ટ્રેનોના ફેરા પુનઃ શરૂ કરવામાં આવી રહ્યા છે, જયારે 4 જોડી તહેવાર સ્પેશ્યલ ટ્રેનોના ફેરા પણ વધારવામાં આવી રહ્યા છે.

 ડિવિજન રેલ્વે મેનેજર અમદાવાદ દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે આપેલ છે: –

ટ્રેનો પુનઃશરૂ

 ટ્રેન સંખ્યા : 02474/02473 બાંદ્રાટર્મિનસ-બિકાનેર (Bandra- Bikaner) (સાપ્તાહિક) વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે

ટ્રેન સંખ્યા :02474/02473 બાંદ્રા ટર્મિનસ-બિકાનેર (Bandra- Bikaner) (સાપ્તાહિક) વિશેષ ટ્રેનોના ફેરાને જેને પેહલા રદ કરવામાં આવ્યા હતા, હવે પુનઃ શરૂ કરવામાં આવી છે, ટ્રેન  નં : 02474   બાંદ્રા ટર્મિનસ-બિકાનેર વિશેષ ટ્રેન હવે 22,જૂન 2021 થી 29,જૂન 2021 સુધી ચાલશે. આજ રીતે ટ્રેન નં :02473 બિકાનેર -બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેન હવે 21,જૂન 2021 થી 28, જૂન 2021 સુધી ચાલશે.

Railways banner

ટ્રેનોનું વિસ્તરણ

1.ટ્રેનસંખ્યા : 06337/06338 ઓખાઅર્નાકુલમ (દ્વિ સાપ્તાહિક )તહેવાર વિશેષ ટ્રેન ખાસ ભાડા સાથે

ટ્રેન સંખ્યા : 06337 ઓખા-અર્નાકુલમ જંકશન સ્પેશ્યલ ટ્રેનોના ફેરા નું વિસ્તરણ કરવામાં આવ્યું છે હવે આ ટ્રેન 5 જુલાઈ 2021 થી 8, નવેમ્બર 2021 સુધી દર સોમવાર અને શનિવાર ચાલશે . આજ પ્રમાણે ટ્રેન સંખ્યા 06338 અર્નાકુલમ જંકશન-ઓખા સ્પેશ્યિલ ટ્રેનોના ફેરાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. હવે આ ટ્રેન 2, જુલાઈ 2021 થી 5, નવેમ્બર 2021 સુધી દર શુક્રવાર અને બુધવારે ચાલશે .

2. ટ્રેન સંખ્યા 06734/06733 ઓખા-રામેશ્વરમ (સાપ્તાહિક)તહેવાર વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે

ટ્રેન સંખ્યા :06734 ઓખા-રામેશ્વરમ સ્પેશ્યલ ટ્રેનોના ફેરા નું વિસ્તરણ કરવામાં આવ્યું છે હવે આ ટ્રેન 6, જુલાઈ 2021 થી 9, નવેમ્બર 2021 સુધી દર મંગળવારે ચાલશે આ જ પ્રકારે ટ્રેન સંખ્યા 06733 રામેશ્વરમ-ઓખા સ્પેશ્યલ ટ્રેનોના ફેરા વિસ્તારિત કરવામાં આવ્યા છે હવે આ ટ્રેન 2, જુલાઈ 2021 થી 5, નવેમ્બર 2021 થી સુધી દર શુક્રવારે ચાલશે

3. ટ્રેન સંખ્યા :06054/06053 બિકાનેર-મદુરાઈ જં  (સાપ્તાહિકતહેવાર વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે (વાયાઉજ્જૈન )

ટ્રેન સંખ્યા 06054 બિકાનેર-મદુરાઈ જં  સ્પેશ્યિલ ટ્રેન નું વિસ્તરણ કરવામાં આવ્યું છે હવે આ ટ્રેન 4, જુલાઈ 2021 થી 7, નવેમ્બર 2021 સુધી દર રવિવારે  ચાલશે આ રીતે ટ્રેન નો : 06053 મદુરાઈ જં -બિકાનેર સ્પેશ્યલ ટ્રેનોના ફેરા નું વિસ્તરણ કરવામાં આવ્યું છે હવે આ ટ્રેન 1, જુલાઈ 2021 થી 4, નવેમ્બર 2021 સુધી દર ગુરુવારે ચાલશે ,

4. ટ્રેન સંખ્યા : 06068/06067 જોધપુર-ચેન્નાઇ એગમોર (સાપ્તાહિક) તહેવાર વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે વાયા-સુરત

ટ્રેન સંખ્યા:06068 જોધપુર-ચેન્નાઇ એગમોર ટ્રેનોના ફેરાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે હવે આ ટ્રેન 5,જુલાઈ 2021 થી 8, નવેમ્બર 2021 સુધી દર સોમવારે  ચાલશે .આજ રીતે ટ્રેન નો : 06067 ચેન્નાઇ એગમોર -જોધપુર સ્પેશ્યલ ટ્રેનોના  ફેરાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે . હવે આ ટ્રેન 3, જુલાઈ 2021 થી 6, નવેમ્બર 2021 સુધી દર શનિવારે ચાલશે.

આ પણ વાંચો…class-12 result: ધો. 12ના પરિણામની માર્કશીટનું માળખું જાહેર, ધોરણ 10 અને 11 માં ગણાશે આટલાં ગુણ- વાંચો સંપૂર્ણ વિગત

ઉપરોક્ત ટ્રેનો પુરી રીતે આરક્ષિત અને વિશેષ ભાડા સાથે વિશેષ ટ્રેનોના રૂપે ચાલશે. ટ્રેન નં :06337 તથા 06734 નું બુકિંગ 18, જૂન 2021 થી નામાંકિત યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈ આર સી ટી સી ની વેબસાઈટ પર સારું થશે.

 સ્પેશ્યલ ટ્રેનોના રોકાણ સંચાલન સમય ,માળખું , આવર્તન અને કાર્યકાળના દિવસોથી સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે . ઉલ્લેખનીય છે કે આ સ્પેશ્યલ  ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ વાળા મુસાફરો ને જ યાત્રા કરવાની પરવાનગી મળશે પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરો ને બોર્ડિંગ, યાત્રા  અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19 થી સંબંધિત દરેક માપદંડો તથા એસ ઓ પી નું પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.