Chharodi automobile handling

અમદાવાદ ડિવિઝન દ્વારા છારોડી સ્ટેશનથી ઓટોમોબાઈલ હેન્ડલિંગ સુવિધાની શરૂઆત

Chharodi automobile handling

અમદાવાદ, ૨૩ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની રચના થયા બાદ આ યુનિટ દ્વારા કરવામાં આવી રહેલી મહેનતને વધુ સારા પરિણામો મળવા લાગ્યા છે. આ સફળતાના પરિણામે, મંડળે તાજેતરમાં છારોડી સ્ટેશનથી ઓટોમોબાઈલ હેન્ડલિંગ સુવિધા શરૂ કરી છે.

ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે મંડલ પર રેલ્વે આવક વધારવાના પ્રયાસો ચાલુ છે. તે જ ક્રમમાં, પીપાવવ સાઇડિંગ માટે છારોડી સ્ટેશનથી ફોર્ડ મોટર્સ દ્વારા 125 કારનો પ્રથમ એક્સપોટ ટ્રાફિક લોડ કરવામાં આવ્યો, જે ડિવિઝનના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની નોંધપાત્ર સફળતા છે. તેમણે માહિતી આપી કે આ સ્ટેશનની હાલની લાઇન પર 8000 ચોરસ મીટર વિસ્તાર વધારવામાં આવ્યો છે. જેમાંથી આ મોટર કારના લોડિંગને 350 વર્ગ ચોરસ મીટરના ક્ષેત્રમાં પબર બ્લોક્સ સ્થાપિત કરીને રેમ્પ દ્વારા સુવિધા આપવામાં આવી હતી, જેનાથી ડિવિઝનની આવક વૃદ્ધિના નવા પરિમાણો ખુલ્યાં છે, જે રેલવેને વધારાની આવક પૂરી પાડશે. આ 25 NMG રેક્સમાં પ્રત્યેક પાંચ કાર લોડ કરવામાં આવી છે.

Railways banner

વરિષ્ઠ મંડલ પરિચાલન પ્રબંધક શ્રી પવનકુમાર સિંહે જણાવ્યું હતું કે છારોડીમાં સપ્ટેમ્બર 2019 માં કામની દરખાસ્ત કરવામાં આવી હતી, જેના પર જૂન 2020 માં રેલવે મંત્રાલય દ્વારા આ કામને મંજૂરી આપવામાં આવી હતી અને આ કામ 3 મહિનામાં ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યું હતું. જેની કિંમત 1.81 કરોડ રૂપિયા છે. તેમણે આ કામગીરીમાં તમામ વિભાગોની સક્રિય ભૂમિકાનો આભાર માન્યો.

આ પણ વાંચો….