અમદાવાદ થી આગરા ફોર્ટ અને ગ્વાલિયર સ્પેશિયલ સાબરમતી સ્ટેશન થી ઉપડશે

Train 5

અમદાવાદ, ૨૬ નવેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ચાલતી અમદાવાદ- આગ્રાફોર્ટ સ્પેશિયલ અને અમદાવાદ-ગ્વાલિયર સ્પેશ્યલ 28 નવેમ્બર 2020 થી આગામી ઓર્ડર સુધી સાબરમતી સ્ટેશનથી ઉપડશે.આ ટ્રેનોના સંચાલનના સમય માં પણ પરિવર્તન કરવામાં આવ્યું છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: –

whatsapp banner 1

1. ટ્રેન નંબર 02248/02247 સાબરમતી – ગ્વાલિયર – સાબરમતી સ્પેશ્યલ (ત્રિ-સાપ્તાહિક)ટ્રેન નંબર 02248 સાબરમતી – ગ્વાલિયર એક્સપ્રેસ 28 નવેમ્બર 2020 થી સાબરમતી સ્ટેશનથી 16:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 09:25 વાગ્યે ગ્વાલિયર પહોંચશે.પરત માં, ટ્રેન નંબર 02247 ગ્વાલિયર – સાબરમતી સ્પેશિયલ 28 નવેમ્બર 2020 થી ગ્વાલિયર થી 20:10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11:50 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા,ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, જયપુર, બાંદિકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રાકેંટ, ધૌલપુર અને મુરેના સ્ટેશનો પર રોકાશે.

2. ટ્રેન નંબર 02548/02547 સાબરમતી – આગ્રાકેંટ – સાબરમતી સ્પેશ્યલ (અઠવાડિયામાં ચાર દિવસ)ટ્રેન નંબર 02548 સાબરમતી – આગ્રાફોર્ટ સ્પેશિયલ 29 નવેમ્બર 2020 થી સાબરમતી સ્ટેશનથી 16:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 07:15 વાગ્યે આગ્રાકેંટ પહોંચશે.પરત માં, ટ્રેન નંબર 02547 આગ્રાકેંટ – સાબરમતી સ્પેશિયલ 27 નવેમ્બર 2020 થી રાત્રે 22:10 વાગ્યે આગ્રા કેન્ટથી ઉપડશે અને બીજા દિવસે 11:50 વાગ્યે સાબરમતી સ્ટેશન પહોંચશે.માર્ગમાં, આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, પિંડવાડા, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, જયપુર, બાંદિકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રાકેંટ, ધોલપુર અને મુરેના સ્ટેશનો પર રોકાશે.