Screenshot 20201211 160839 2

અમદાવાદ – પટના ક્લોન 16, 23 અને 30 ડિસેમ્બરના રોજ રદ રહેશે.

અમદાવાદ, ૧૪ ડિસેમ્બર: ઉત્તર-મધ્ય રેલ્વેના ભોઉપૂર અને પંકિધામ સ્ટેશન વચ્ચે DFCCIL ની કનેક્ટિવિટી તથા ત્રીજી લાઇનના નિર્માણ કાર્ય અને ભોઉપૂર સ્ટેશન પર યાર્ડના રિમોડેલિંગના કાર્ય ને કારણે અમદાવાદ-પટણા-અમદાવાદ ક્લોન ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે: –

16, 23 અને 30 ડિસેમ્બર 2020 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09447 અમદાવાદ – પટના ક્લોન અને 18,25 ડિસેમ્બર 2020 અને 01 જાન્યુઆરી 2021 ના રોજ પટનાથી ચાલનારી ટ્રેન નંબર 09448 પટના – અમદાવાદ કલોન ટ્રેન રદ રહેશે.રેલ્વે પ્રશાસન દ્વારા નિયમો મુજબ આ ટ્રેનના મુસાફરોને રીફંડ આપવામાં આવશે.