Ahmedabad division 3

અમદાવાદ મંડળને(Ahmedabad Division) પ્રાપ્ત થઈ પશ્ચિમ રેલ્વેની ટિકિટ ચેકિંગ શિલ્ડ

Ahmedabad Division: વાણિજ્ય વિભાગના 11 કર્મચારીઓ એવોર્ડથી સન્માનિત

અમદાવાદ , ૨૬ ફેબ્રુઆરી: પશ્ચિમ રેલ્વેના મુખ્યાલય ચર્ચગેટ ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક એવોર્ડ પ્રોગ્રામમાં (Ahmedabad Division) અમદાવાદ મંડળને ટિકિટ ચેકિંગમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્રતિષ્ઠિત શીલ્ડ મેળવવાની તક પ્રાપ્ત થઈ.

Whatsapp Join Banner Guj

સહાયક વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ ત્રિપાઠીને અમદાવાદ મંડળ (Ahmedabad Division) વતી પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક શ્રી રાજકુમાર લાલ ધ્વારા આ એવોર્ડ પ્રાપ્ત થયો. આ સાથે, શ્રી લાલએ વાણિજ્ય વિભાગના 11 કાર્યરત અને સમર્પિત રેલ્વે કર્મચારીઓને પણ એવોર્ડ આપ્યા.

ahmedabad division

મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝા અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી રવીન્દ્ર શ્રીવાસ્તવે તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન આપતા ખુશી વ્યક્ત કરી, વીડિયો લિન્ક દ્વારા આયોજિત એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી સુનિલ ગુપ્તા અને સહાયક મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી ગૌરવ જૈને પણ ભાગ લીધો હતો.

આ પણ વાંચો…Jio Offer: રૂ.1999માં બે વર્ષ અનલિમિટેડ સેવાઓ અને નવો જિયોફોન