WhatsApp Image 2020 09 26 at 9.48.50 AM

દેવભૂમિ દ્વારકા માંથી ચરસ નો જંગી જથ્થો મળી આવ્યો.

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર,૨૬ સપ્ટેમ્બર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીક મોજપ ગામે થી એસ.ઓ.જી. પોલીસે ચરસ નો જથ્થો પકડી પાડ્યો હતો.નાના એવા મોજપ ગામે થી 6 કિલો 736 ગ્રામ વજન નો ચરસ નો જંગી જથ્થો ઝડપાતાં ચકચાર મચી જવા પામી હતી.

સૂત્રો માંથી મળતી વિગત મુજબ પકડી પડાયેલા ચરસ ની હાલ ની બજાર કિંમત ૧૦૧૦૩૦૦ છે.ચરસ ના જથ્થા સાથે એસોજી પોલીસે બે ઈસમો ને પણ પકડી પાડયા હતાં
જ્યારે એકશખ્સ ફરાર થઈ ગયો હતો

આટલું બધું ચરસ ક્યાં થી આવ્યું ?કેટલા.સમય થી આ કૌભાંડ ચાલતું હતું? વિગેરે દિશાઓ તરફ દેવભૂમિ દ્વારકા ઍસોજી પોલિશ વધુ તપાસ હાથ ધરી છે પકડાયેલ શકશો માં એક મુસ્લિમ અને એક વાઘેર યુવાન ને દબોચી મીઠાપુર પોલીસ ને સોંપ્યા હતા.