Poonam Madam Badminton 3

જામનગરમાં સાંસદ પૂનમબેન ની ગ્રાન્ટ માંથી બેડમિન્ટન કોર્ટ બનાવાયો

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૨ સપ્ટેમ્બર:જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં અલગ અલગ રમતોની વ્યવસ્થા છે, સાંસદ પૂનમબેન માડમ દ્વારા તેમની ગ્રાન્ટ માંથી બેડમિન્ટન કોર્ટ નું નવ નિર્માણ કરવામાં આવ્યું હતું.

જામનગરના સાંસદ પૂનમબેન દ્વારા બેડમિન્ટન કોર્ટના રીનોવેશન માટે તેમની ગ્રાન્ટ અન્વયે રૂપિયા 25 લાખ ની રકમ ફાળવવામાં આવી હતી, કોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે મેયર હસમુખભાઈ જેઠવા,ચેરમેન સુભાસભાઈ જોષી, કલેકટર રવિશંકર, કમીશ્નર સતીષ પટેલ અને નગર સેવકો હાજર રહ્યા હતા.આ તકે પૂનમબેન માડમ અને અન્ય આગેવાનો બેડમિન્ટન પણ રમ્યા હતા.

loading…