samastipur special train: અમદાવાદ-સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેનના માર્ગમાં આવતા કેટલાક સ્ટેશનોના સમયમાં આંશિક ફેરફાર

અમદાવાદ , ૦૫ જૂન: samastipur special train: પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવી રહેલ ટ્રેન નંબર 09453 અમદાવાદ – સમસ્તીપુર સ્પેશિયલ ટ્રેનના માર્ગમાં આવતા કેટલાક સ્ટેશન ના આગમન/પ્રસ્થાન ના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.

Railways banner

આ ટ્રેન 6 જૂન, 2021થી સવાઈ માધોપુર સ્ટેશન પર 01:50 કલાકને બદલે 02:00 કલાકે, ભરતપુર સ્ટેશન પર 04:17ને બદલે 04:30 કલાકે અને મથુરા સ્ટેશન પર 06:12 કલાકને બદલે 06:30 કલાકે પહોંચીને સમસ્તીપુર (samastipur special train) જવા રવાના થશે.

આ પણ વાંચો…રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ સામાન્ય કર્મચારીઓ અને પેન્શનરોને આપી મોટી રાહત, મળશે આ સુવિધા- વાંચો સંપૂર્ણ અહેવાલ

ટ્રેન નંબર 09454 સમસ્તીપુર – અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 9 જૂન, 2021થી કાનપુર અનવરગંજ સ્ટેશન પર 22:41 કલાકને બદલે 22:55 કલાકે પહોંચશે.

ADVT Dental Titanium