માણસ હરેક પળ કઈંક કેહવા માંગે છે.. ચીસો પાડીને કદાચ..

खामोशियाँ बेवजह नहीं होती..कुछ दर्द भी आवाज़ छीन लेते है.. ||
દરરોજનું દરેક વ્યક્તિ કેટલું બોલવાનું પસંદ કરતુ હશે.કેટલી ભાષાઓ અને કેટલાય શબ્દો,બધુજ વ્યક્ત કરી શકે એટલા વાક્યો… અને એક બીજાની વાતને ખુબજ સારી રીતે સમજી શકીએ એટલી સમજણ….!!!
તેમ છતાં ક્યારેક લાગે છે કે કોઈ સાંભળતું કેમ નથી..?? કે કોઈને કઈ સમજાતું કેમ નથી..??
અને કોઈને આ શબ્દો અને બરાડા કાનમાં વાગતા કેમ નથી..??
દરેકને જયારે કઈંક ચીસો પાડીને કેહવું હોય એ આપણી દુનિયામાં ખુબજ સભ્ય ભાષામાં convert કરીને કેહવું પડે છે.. એટલે કદાચ એ convert થયેલ શબ્દો સાચી રીતે કાનમાં પોંહચતા નથી અને અસર પણ નથી કરતા…અને એ દર્દ પણ સામેની અપેક્ષા મુજબ બદલાઈ જાય…
માણસ હરેક પળ કઈંક કેહવા માંગે છે.. ચીસો પાડીને કદાચ.. તો જોરથી હરખાઈને…. કે રડીને… પણ તે રોકાઈ જય છે.. અને એ અવાજ ધરબાઇ જાય છે…!!!
એવોજ અવાજ દરરોજ સમાજના નામે… ખુશીઓના નામે.. કોઈને ખોટું લાગશે તો… એવા કેટલાયના નામે બિલ ફાડીને આપણી પોતાની શાંતિના ક્રેડિટ ઓછા કરે છે… અને ફરીથી ખામોશ થઈએ છીએ…!!
નાનકડું બાળક જયારે કઈંક નવું બોલતું થાય ત્યારે જેટલી ખુશી થાય છે અને એને વધારે બોલે એવુ પ્રોત્સાહન આપીએ છીએ..પણ એ જયારે મોટુ થઈને પોતે ચીસો પાડીને એનો અવાજ વ્યક્ત કરવા માંગે એ પ્રોત્સાહન કેમ નથી..??
એટલે જ આવા કેટલાય લોકોનો અવાજ બંધ થઇ જાય અને એમને”જીવવું અઘરું લાગે છે “…!!!
કોઈકને ક્યાંક પુછીલો.. કાશ એનો અવાજ આપણા કાન સુધી પોહચે અને એ ધરબાયેલા અવાજનો શિકાર બનતા અટકી જાય.!!
stopsucide #2020year #depressionhelp #depressedlife
આ પણ વાંચો:
हमें पूर्ण विश्वास है कि हमारे पाठक अपनी स्वरचित रचनाएँ ही इस काव्य कॉलम में प्रकाशित करने के लिए भेजते है।
अपनी रचना हमें ई-मेल करें
writeus@deshkiaawaz.in