પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે ચર્ચા કરવા બેઠક યોજી

by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ ક્ષેત્ર સંબંધિત સમસ્યાઓ અને તેમાં જરૂરી સુધારા અંગે ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં કૃષિ માર્કેટિંગ, માર્કેટમાં લાવવા યોગ્ય સિલક જથ્થાનું વ્યવસ્થાપન, સંસ્થાકીય ધિરાણ સુધી ખેડૂતોની પહોંચ અને કૃષિ ક્ષેત્રે રહેલા વિવિધ પ્રતિબંધોને યોગ્ય કાયદાના પીઠબળ સાથે મુક્ત કરવા જેવા મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વર્તમાન માર્કેટિંગ ઇકો- સિસ્ટમમાં વધુ વ્યૂહાત્મક મદદ કરવા અને ઝડપી કૃષિ વિકાસને ધ્યાનમાં રાખીને જરૂરી સુધારા લાવવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે છૂટછાટ સાથે ધિરાણનો પ્રવાહ, પીએમ-કિસાન લાભાર્થીઓ માટે વિશેષ કિસાન ક્રેડિટ કાર્ડમાં વધારો અને ખેડૂતોને તેમની ખેત ઉપજોનું સારું વળતર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યની અંદર અને આંતર રાજ્ય વ્યાપારની સુવિધા આપવી વગેરે કેટલાક મહત્વના ક્ષેત્રો આ બેઠકમાં આવરી લેવામાં આવ્યા હતા. ઇ-કોમર્સ સક્ષમ બનાવવા માટે વિવિધ પ્લેટફોર્મના પ્લેટફોર્મ તરીકે ઇ-નામ તૈયાર કરવું એ પણ આ બેઠકમાં ચર્ચાયેલો એક મહત્વનો મુદ્દો હતો. ખેતીની નવી રીતો તૈયાર કરવા માટે દેશમાં એકસમાન કાનૂની માળખું તૈયાર કરવાની સંભાવનાઓ ચકાસવા અંગે પણ ચર્ચા થઇ હતી કારણ કે, આમ કરવાથી કૃષિલક્ષી અર્થતંત્રમાં મૂડી અને ટેકનોલોજી બંનેની આવક વધશે. પાકમાં બાયો-ટેકનોલોજીકલ વિકાસના નફા અને નુકસાન થવા ઉત્પાદકતામાં વધારો અને ઇનપુટ ખર્ચમાં ઘટાડો કરવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઇ હતી. જમીન ભાડાપટ્ટા અધિનિયમના મોડેલ સંબંધિત પડકારો અને નાના તેમજ સીમાંત ખેડૂતોના હિતોને કેવી રીતે સુરક્ષિત રાખવા તે અંગે પણ આ બેઠકમાં વિગતે ચર્ચા થઇ હતી. વર્તમાન સમય સાથે સુસંગત આવશ્યક કોમોડિટી અધિનિયમ બનાવવો એ કેવી રીતે હાલના સમયમાં સુસંગતત છે તેની પણ ચર્ચા થઇ હતી, જેથી પોસ્ટ-પ્રોડક્શન કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટાપાયે રોકાણને પ્રોત્સાહન આપી શકાય અને કોમોડિટી ડેરિવેટીવ બજારો પર પણ સકારાત્મક અસર પડે. કૃષિ કોમોડિટી નિકાસને વેગ આપવા માટે બ્રાન્ડ ઇન્ડિયાનું નિર્માણ, વિશેષ કોમોડિટીને અનુલક્ષીને બોર્ડ/ કાઉન્સિલનું ગઠન અને કૃષિ ક્લસ્ટરો/ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જેવા અન્ય કેટલાક હસ્તક્ષેપો અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઇ હતી. કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ સર્વોપરી મહત્વપૂર્ણ છે કારણ કે, તેમાં આપણા ખેડૂતો માટે સંપૂર્ણ મૂલ્ય સાંકળ અનલૉક કરવાની સંભાવનાઓ છુપાયેલી છે. પ્રધાનમંત્રીએ છેવાડાની વ્યક્તિ સુધી ટેકનોલોજીનો પ્રસાર વધારવા પર અને આપણા ખેડૂતોને વૈશ્વિક મૂલ્ય સાંકળમાં વધુ સ્પર્ધાત્મક બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. કૃષિ અર્થતંત્રને ધબકતુ કરવા માટે, કૃષિ વ્યાપારમાં વધુ પારદર્શકતા લાવવા અને ખેડૂતો સુધી મહત્તમ લાભ પહોંચે તે માટે FPOની ભૂમિકા વધુ મજબૂત બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. એકંદરે, ખેડૂતોને સારા બજાર ભાવો મળી રહે અને તેમને પસંદગીની તકો મળે તે માટે બજારનું નિયમન કરવા માટેના પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરીને તેમાં જરૂરી ફેરફાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલ્વે ચલાવશે આવશ્યક ચીજવસ્તુઓ ના સપ્લાય માટે

અમદાવાદ, 02, મેં 2020પોરબંદર-શાલીમાર વચ્ચે પાર્સલ સ્પેશિયલ ટ્રેનની 12 સેવાઓ દેશ માં વર્તમાન માં કોરોના વાયરસ ના લોકડાઉન દરમિયાન, પશ્ચિમ રેલ્વે પોતાની સ્પેશિયલ પાર્સલ ટ્રેનો દ્વારા દેશના વિવિધ ભાગોમાં દવાઓ, … Read More

પશ્ચિમ રેલ્વે દ્વારા પાર્સલ સ્પેશિયલ ટ્રેનો થી દેશના વિવિધ ભાગો સુધી 21 હજાર ટન થી વધુ અત્યાવશ્યક સામગ્રી નું પરિવહન

લોકડાઉન હોવા છતાં પાછલા 38 દિવસો માં પશ્ચિમ રેલ્વે દ્વારા પાર્સલ સ્પેશિયલ ટ્રેનો થીદેશના વિવિધ ભાગો સુધી 21 હજાર ટન થી વધુ અત્યાવશ્યક સામગ્રી નું પરિવહન કોરોના વાયરસ મહામારી ના … Read More

કચ્છ જિલાના ૭૦૦ કુટુંબો પાસેથી ૧.૬૯ કરોડ રૂપિયાનું ૮૭૦ ક્વિન્ટલ મધ ખરીદતું ફોરેસ્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા

લોકડાઉનના સમયમાં આદિવાસીઓ અને વનવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહેલી કેન્દ્ર સરકારની મિનીમમ સપોર્ટ પ્રાઇસ સ્કીમ ફોર માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ આદિવાસીઓ અને વનવાસીઓ પાસેથી ગૌણ વન પેદાશો લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી … Read More

ઇપીએફઓએ વ્યવસાય માટે ઇસીઆરની પ્રક્રિયા સરળ બનાવી

કોવિડ19 રોગચાળાના પ્રસારને નિયંત્રણમાં લેવા સરકારે જાહેર કરેલા લોકડાઉનની હાલની સ્થિતિમાં વ્યવસાયો અને ઉદ્યોગસાહસો સામાન્ય સ્થિતિમાં કામ કરવા સક્ષમ નથી તથા તેમણે કર્મચારીઓને પગાર સાથે જાળવી રાખવા છતાં તેમની કાયદેસર બાકી નીકળતી ચુકવણીને કારણે તેઓ લિક્વિડિટી/રોકડની ખેંચનો સામનો કરી રહ્યાં છે. ઉપરોક્ત સ્થિતિને ધ્યાનમાં રાખીને અને ઇપીએફ અને એમપી ધારા, 1952 અંતર્ગત પૂર્તતાની પ્રક્રિયાને વધારે સરળ કરવા માસિક ઇલેક્ટ્રોનિક-ચલણ કમ રિટર્ન (ઇસીઆર)નું ભરણું ઇસીઆરમાં કાયદેસર પ્રદાનની ચુકવણીથી અલગ છે. હવે કંપનીઓ ઇસીઆર ભરી શકશે અને એ પણ એની સાથે પ્રદાનની ચુકવણી કર્યા વિના. કંપનીઓ ઇસીઆર ફાઇલ કર્યા પછી ચુકવણી કરી શકે છે. કાયદા અને યોજનાઓ હેઠળ ઉપરોક્ત ફેરફાર કંપનીઓ અને કર્મચારીઓની સુવિધા વધારશે. કંપની દ્વારા સમયસર ઇસીઆરનું ભરણું કંપનીનો નિયમોના પાલનના આશયનો સંકેત છે, જેથી જો કંપની સરકાર દ્વારા જાહેર થયેલા વધારાના સમયની અંદર બાકી નીકળતી રકમની ચુકવણી કરશે, તો દંડ નહીં થાય. વળી ઇસીઆરનું સમયસર ભરવું કંપનીઓ અને કર્મચારીઓના પ્રદાનનાં હિસ્સાને જમા કરવામાં મદદ કરશે, જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પેકેજ અંતર્ગત લાયકાત ધરાવતા સંકુલોમાં ઓછી કમાણી કરતાં કામદારોના ઇપીએફ ખાતામાં કેન્દ્ર સરકાર દ્વારા પગારનો 24 ટકા હિસ્સો છે. ઇસીઆરનો હાલનો ડેટા નીતિગત આયોજનમાં તથા વ્યવસાયોને વધારે રાહત આપવા નિર્ણય લેવામાં મદદરૂપ પણ થશે તથા ઇપીએફના સભ્યો પર રોગચાળાની નુકસાનકારક અસર થશે.