ginger

Ginger: આદુના આપણા જીવનમાં શું મહત્વ છે કેવી રીતે અને ક્યારે ઉપયોગમાં લેવાય જાણો આ ખાસ રિપોર્ટમાં

Ginger: અનેકવિધ આરોગ્યલક્ષી સમસ્યાઓ સામે માનવજાતિને સુરક્ષાકવચ પુરૂ પાડતું “આદુ”

૧૫૦ થી વધુ જાતના આદુના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં બીજા સ્થાને

🔥 इस खबर को WhatsApp पर जरूर शेयर करें 📲

📲 WhatsApp पर शेयर करें

અહેવાલ: પ્રિયંકા પરમાર, રાજકોટ

રાજકોટ, ૨૭ ઓગસ્ટ: Ginger: સૃષ્ટિના સર્જનહારે મનુષ્ય જાતિના કલ્યાણ માટે વિભિન્ન રૂપોમાં સુરક્ષાચક્રનું નિર્માણ કર્યું છે. પરંતુ અફસોસ કે આપણે આજ દિવસ સુધી તેને જોઈ કે અનુભવી નથી શકયા કે તેનો સાચા અર્થમાં સદ્ઉપયોગ પણ નથી કરી શકયા. પણ કોરોના કહેરની લહેરએ લોકોને પોતાના સ્વાસ્થ્ય અંગેના સુરક્ષા કવચ માટે વિચારતા કરી મુક્યા છે. વર્ષોથી આપણી આસપાસ રહેલી ઔષધિઓ અને વનસ્પતિઓની શક્તિની કદર અને મહત્વ આજે આપણને સવિશેષ સમજાયું છે.

        આજે આપણે કોરોનાની મહામારીથી બચવા અને આરોગ્યને વધુ તંદુરસ્ત રાખવા માટે તજ, લવિંગ, ઈલાયચી, આદુ અને મરીનો ઉકાળામાં ઉપયોગ કરીને સાચા અર્થમાં તેનો વપરાશ કરીએ છીએ. જેમાં આદુનો ઉપયોગ તો આપણે અવારનવાર કરતાં હોઈએ છીએ. પરંતુ આપણા રોજીંદા જીવન સાથે વણાઈ ગયેલા આ આદુ અને તેનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને મળતા સુરક્ષાકવચ વિશે વાત કરવી છે.  

BUYER JUNCTION
UP TO 45% OFF
Great Deals Across All Categories!
Fashion • Home & Kitchen • Beauty • Electronics • Kids & More
Shop your favourites at exciting prices.
SHOP NOW
Shop Online at buyerjunction.in

મરાઠીમાં અલે, બંગાળીમાં આદા, હિન્દી-પંજાબીમાં અદરક, તેલુગુમાં આલ્લાયુ, કન્નડમાં અલ્લા અને તમિલમાં ઈલ્લામ તરીકે ઓળખાતા આદુનો રસ પીવાથી પાચનક્રિયા મજબુત બને છે. આદુના નાના-નાના ટુકડા કરી મીઠું અને લીબુંનો રસ ભેળવીને ભોજનમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. સુકાયેલા આદુનું બીજું સ્વરૂપ એટલે સુંઠ. સવારે નરણાકોઠે હુંફાળા પાણીમાં સુંઠ અને લીબુંનો રસ લેવાથી શરીરમાં લોહીનું સર્ક્યુલેશન સુધરે છે.

તેમજ શરદી અને ઉધરસને મટાડવા માટે પણ આદુ અકસીર દવા તરીકે કામ કરે છે. સાથો સાથ આદુમાં રહેલું કૌરટિસૉલ તત્વ શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ દૂર કરે છે. તો ચાલો સંકલ્પ કરીએ કે, આયુર્વેદમાં ઔષધિઓના રાજા ગણાતા આદુને રોજીંદા જીવનનો ભાગ બનાવીને અનેક રોગો સુરક્ષા કવચ મેળવીએ.