Collage ambaji 2

અંબાજી ની કોલેજ (ambaji collage) માં યોજાયો ફીનીશીંગ સ્કૂલ પ્રકલ્પનો કાર્યક્રમ

ambaji collage

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૭ ફેબ્રુઆરી:
ambaji collage: ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ કે.સી.જી. અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ , અંબાજી સંચાલિત શ્રી અંબાજી આર્ટ્સ , કોલેજ અંબાજીના સંયુકત ઉપક્રમે કે.સી.જી.ના આર્થિક સહયોગથી. ફીનીશીંગ સ્કૂલ પ્રકલ્પનો કાર્યક્રમ તા .૨૫ / ૦૨ / ૨૦૨૧ થી ૦૧ / ૦૩ / ૨૦૨૧ ના યોજાનાર કાર્યક્રમ ની શરુઆત કરવામાં આવી છે . રાષ્ટ્રના વિકાસમાં યુવાનોનું યોગદાન મહત્વનું રહયું છે . દેશના વિધાર્થીઓમાં કૌશલ્ય , રોજગાર અને વ્યકિતત્વનો વિકાસ થાય મુખ્ય જવાબદારી સરકારશ્રીની છે .

Whatsapp Join Banner Guj

આ હેતુને પરિપૂર્ણ કરવા ફીનીશીંગ સ્કૂલ તાલીમ પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે . વિધાર્થીઓમાં વ્યકિતત્વનો વિકાસ , રોજગાર , સોફટકિલર્સ , સ્પોકન ઈગ્લીશ , સેલ્ફ અર્વેનેશ , સેલ્ફ કોન્ફયુડન્સ , લીડરશીપ , ટીમવર્ક , ઈન્ટર પર્સનલ કીલર્સ મેનેજમેન્ટ , રીપોર્ટ રાઈટીંગ , અંગ્રેજી ગ્રામર , ટાઈમ મેનેજમેન્ટ , જોબ સર્ચ એન્ડ કેરિયર્સ , લાઈફ એન્ડ ગોલ સેટીંગ , બાયોડેટા , ગ્રુપ ચર્ચા જેવા ૪૦ વિષય પર ૮૦ કલાકની તાલીમ આપવામાં આવનાર છે .

ambaji collage

કે.સી.જી. દ્વારા નિયુકત ટ્રેનર્સ શ્રી રાજેશભાઈ પરમાર , આચાર્યશ્રી ડી . એસ . એન . પટેલ સાહેબ , કોમર્સ કોલેજના આચાર્યશ્રી ર્ડો . એચ.બી.પટેલ અને કો – ઓર્ડીનેટરશ્રી ડી.એમ.બી.ગોહિલે ફીનીશીંગ સ્કૂલ પ્રકલ્પના હેતુઓ , ઉદ્દેશો અને રોજગારલક્ષી માહિતી આપવામાં આવી હતી . સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા . સવિતા સી . પટેલે કરેલ હતું . કોલેજ પરિવારના અધ્યાપક મિત્રોએ કાર્યક્રમમાં હાજરી આપીને વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું .

આ પણ વાંચો…Netflix-Amazon-OTT પ્લેટફોર્મ માટે કડક બન્યા નિયમો, આ ઉંમરના લોકો નહીં જોઈ શકે ફિલ્મોઃ વાંચો સંપૂર્ણ વિગત