Jamnagar prabhari

Covid care: જામનગર જિલ્લા પ્રભારી સચિવે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લીધી

Covid care: જામનગર જિલ્લા પ્રભારીસચિવે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લીધી

  • ગ્રામ્ય વિસ્તારના જનપ્રતિનિધિઓ સાથે કર્યો સંવાદ

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૪ મે:
Covid care: જામનગરના પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય (પશુપાલન સચિવશ્રી )દ્વારા જામનગરમાં ચાલુ કરેલ કમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત કરવામાં આવી. તે અંતર્ગત તેઓએ ધુતારપર અને મોટી બાણુગાર ગામની મુલાકાત લીધેલી તેમજ ત્યાંના લોક પ્રતિનિધિ સાથે ચર્ચા કરી હતી અને દરેક ગામના તમામ સંક્રમિત લોકોને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં એડમિટ કરાવી ઇન્ફેક્શનની ચેઈન તોડવા માટે જરૂરી પગલાંઓ લેવા જણાવેલ હતું.

Whatsapp Join Banner Guj

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં મુખ્યમંત્રીના (Covid care) કોરોનામુક્ત ગામના અભિયાનને બહોળો પ્રતિસાદ મળ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ, સમાજની વાડીઓ ખાતે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.

આ પણ વાંચો…દ્વારકામાં ભગવાન શ્રીદ્વારકાધીશ ને અખાત્રીજના પાવન અવસરે ચંદનનો મનમોહક શૃંગાર કરવામાં આવ્યો