Electricity

સારા સમાચાર: વીજળીનું બિલ ( Electricity bill) ઘટશે. ઓથોરિટીએ લીધો નિર્ણય. જાણો વિગત.

Electricity bill

અમદાવાદ , ૦૫ માર્ચ: વીજળીના બીલ (Electricity bill) નું નિયમન કરતી સંસ્થા એમ ઇ આર સી એ નિર્ણય કર્યો છે કે ૧ એપ્રિલથી વીજળીના દર બે ટકા જેટલા ઘટાડવામાં આવશે.એક તરફ જ્યાં પેટ્રોલ અને ડીઝલની કિંમત કૂદકે અને ભૂસકે વધી રહી છે ત્યારે વીજળી ના બિલ નું ઓછું થવું તે એક રાહતના સમાચાર છે.

Whatsapp Join Banner Guj

એમ ઇ આર સી એ કહ્યું છે કે ફ્યૂલ એડજેસ્ટમેન્ટ ટેક્સના માધ્યમ થી વીજળી (Electricity bill) કંપનીઓએ પોતાના ફંડનો ઉપયોગ કરી અને ગ્રાહકોને લાભ પહોંચાડવો. આ પગલાને કારણે અદાણી અને બેસ્ટ ની વીજળી ની કિંમતો ઘટશે જ્યારે કે ટાટાની વિજળીની કિંમત વધશે. 

આ સાથે જ ઓથોરિટી એ જણાવ્યું છે કે વિજળી કંપનીઓ આગામી ૫ વર્ષ માટે નો પ્લાન બનાવે.

આ પણ વાંચો…નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ(Nitin patel vaccine) અને તેમના ધર્મપત્ની કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો