પ્રેમ સાહસ, શૌર્ય નો નશો છે જેમાં, તે ભાઇ બહેન મારા ગુજરાતી.
ગુજરાત સ્થાપના દિવસ
મારું ગુજરાત છે,મજાનું,
એના નામ થી છે તે છવાયેલું.
દેશી ગરબા નો તાલ ગુંજે દુનિયામાં,
ભવાઈ ના ભુંગળો મન ડોલાવે લબ્સ,
ના શબ્દ માં વાચા ફૂટે,મારું ગુજરાત છે,મજાનું.
પ્રેમ સાહસ, શૌર્ય નો નશો છે જેમાં,
તે ભાઇ બહેન મારા ગુજરાતી.
આ ભુમિ છે,સંતો વીરો ની,
જે છાપ અનોખી છોડી ગયા,
મસ્તક કપાયા ને ધડ લડયાં જેનાં,
તે વચ્છરાજ દાદા ગુજરાતી જય ગુજરાત.
ધરતી ના પાણી થી અજાન લોકો,
પરિચય થયો ગુજરાતી પાણી નો ત્યારે,
ઝુક્યા મસ્તક દુશ્મન નાં,દુશ્મન ને પાઠ ભણાવ્યો,
તેવા નરેન્દ્ર મોદી દાદા ગુજરાતી જય ગુજરાત.
દેશ ની આઝાદી ખાતર પ્રાણ દેનાર,
અહિંસા ને સત્ય કેરા નિયમો દેનાર,
લોક ખિસ્સા માં જીવંત એવા ગાંધીબાપું,
ની ભૂમિ એ મારું ગુજરાત…
દેશને એકતંતુ એ બાંધી,
એક રાષ્ટ્ર બનાવવા સ્વ હોમનાર,
એ લોખંડી પુરુષ એ સરદાર પણ મારા ગુજરાતી,
વાગે સિક્કો ગુજરાતી નો તો દુનિયા હલી જાય,
તે ભુમિ એ મારી માં ગુજરાતી જય ગુજરાત…
વિપરિત સમયે આગળ આવી,
દુઃખી ઓનો સહારો એ મુકેશ અંબાણી,
એ મારા ગુજરાતી ……
દુનિયા માં સાકર ની જેમ મળી જાય,
તે ભુમિ નો માનવી એ મારો ગુજરાત..
~શૈમી ઓઝા “લબ્સ “