Bhuj-Bareilly-Bhuj: ભુજ – બરેલી સ્પેશિયલ આગળની સૂચના સુધી વિસ્તૃત

Bhuj-Bareilly-Bhuj

Bhuj-Bareilly-Bhuj: ભુજ – બરેલી સ્પેશિયલ આગળની સૂચના સુધી વિસ્તૃત

અમદાવાદ , ૨૭ ફેબ્રુઆરી: Bhuj-Bareilly-Bhuj: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધા માટે ટ્રેન નંબર 04322/04321 ભુજ – બરેલી – ભુજ સ્પેશિયલ અને ટ્રેન નંબર 04312/04311 ભુજ – બરેલી – ભુજ સ્પેશ્યિલને આગળની સૂચના સુધી વિસ્તૃત કરવાનું નિણર્ય લેવાયો છે. જેની વિગતો નીચે મુજબ છે:-

  1. ટ્રેન નંબર 04322/04321 ભુજ-બરેલી-ભુજ સ્પેશિયલ (Bhuj-Bareilly-Bhuj)

ટ્રેન નંબર 04322 ભુજ-બરેલી સ્પેશિયલ 01 માર્ચ 2021 થી ભુજથી આગળની સૂચના સુધી દર સોમવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે 18:05 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 20:35 વાગ્યે બરેલી પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 04321 બરેલી – ભુજ સ્પેશિયલ 01 માર્ચ 2021 થી બરેલીથી આગળની સૂચના સુધી દર સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર સવારે 06:35 ઉપડશે અને બીજા દિવસે 08:50 વાગ્યે ભુજ પહોંચશે.

Railways banner

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, સાંતલપુર, રાધનપુર, દિયોદર, ભીલડી, ડીસા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર જંકશન, મદાર, કિશનગઢ, નરયના, ફૂલેરા જંકશન, જયપુર, ગાંધીનગર જયપુર, ગેટોર જગતપુરા, દૌસા, બાંદિકુઇ જંકશન, રાજગઢ, માલાખેડા, અલવર જંકશન, ખેરથલ, રેવાડી, પટૌડી રોડ, ગઢી હર્રસરુ જંકશન, ગુડગાંવ, પાલમ, દિલ્હી કેન્ટ, દિલ્હી સરાય રોહિલા, દિલ્હી, ગાઝિયાબાદ, પીલકુઆ, હાપુડ, ગજરૌલાજંકશન અમરોહા, મુરાદાબાદ, રામપુર અને મિલક સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 04321 ગેટર જગતપુર અને ટ્રેન નંબર 04322 માલાખેરા સ્ટેશન પર રોકાશે નહીં.

ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ રહેશે.

2. ટ્રેન નંબર 04312/04311 ભુજ-બરેલી-ભુજ સ્પેશિયલ

ટ્રેન નંબર 04312 ભુજ-બરેલી સ્પેશિયલ 02 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી ભુજથી દર મંગળવાર, બુધવાર અને શુક્રવારે 15:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 20:35 વાગ્યે બરેલી પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 04311 બરેલી-ભુજ સ્પેશિયલ 02 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી બરેલીથી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે 06:35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 11:00 વાગ્યે ભુજ પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હલવદ, ધાંગધ્રા, વિરમગામ, ચાંદલોદીયા, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર જંકશન, મદાર, કિશનગઢ, નરયના, ફૂલેરા જંકશન, જયપુર, ગાંધીનગર જયપુર, ગેટોર જગતપુરા, દૌસા, બાંદિકુઇ જંકશન, રાજગઢ, માલાખેડા, અલવર જંકશન, ખેરથલ, રેવાડી, પટૌડી રોડ, ગઢી હર્રસરુ જંક્શન, ગુડગાંવ, પાલમ, દિલ્હી કેન્ટ, દિલ્હી સરાય રોહિલા, દિલ્હી, ગાઝિયાબાદ, પીલકુઆ, હાપુડ, ગજરૌલા જંકશન, અમરોહા, મોરાદાબાદ, રામપુર અને મિલક સ્ટેશનો પર રોકાશે.

ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ રહેશે.

ટ્રેન નંબર 04311 ગેટોર જગતપુરા અને ટ્રેન નંબર 04312 માલાખેડા સ્ટેશન પર રોકાશે નહીં.

ટ્રેન નંબર 04311, 30 માર્ચ 2021 સુધી અને ટ્રેન નંબર 04312, 31 માર્ચ 2021 સુધી હલવદ સ્ટેશન પર રોકાશે નહી.

તથા આ ટ્રેન ના અજમેરના આગમન – પ્રસ્થાન સમયમાં આંશિક ફેરફાર કરવામા આવ્યો છે.

મુસાફરો વિવિધ સ્પેશિયલ ટ્રેનોના સ્ટોપેજ અને સમય અંગે વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

04322 અને 04312 ટ્રેન નંબરનું બુકિંગ 28 ફેબ્રુઆરી 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર ચાલું થશે. આ સ્પેશિયલ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે.

આ પણ વાંચો…પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ એક સ્પેશ્યલ ટ્રેનની વડોદરા અને જામનગર (Vadodara-jamnagar) વચ્ચે શરુઆત