ભુજ – બાંદ્રા સ્પેશિયલ હવે હલવદ સ્ટેશન પર રોકાશે

Railways banner

 અમદાવાદ, ૧૪ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 15 ડિસેમ્બર 2020 થી ટ્રેન નંબર 09455/09456 બાન્દ્રા ટર્મિનસ – ભુજ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલને હલવદ સ્ટેશન પર રોકાશે.

ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે 15 ડિસેમ્બર, 2020 થી ટ્રેન નંબર 09455 બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ દરરોજ 04:18 કલાકે હલવદ સ્ટેશન પહોંચશે અને 04:20 વાગ્યે ભુજ માટે પ્રસ્થાન કરશે.

વાપસીમાં ટ્રેન નંબર 09456 બાન્દ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ 23:41 વાગ્યે પહોંચશે અને 23:43 વાગ્યે બાંદ્રા ટર્મિનસ માટે પ્રસ્થાન કરશે. આ ટ્રેનના અન્ય સ્ટેશનોના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.