ઓખા-એર્નાકુલમ અને ઓખા-રામેશ્વરમ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સેવાઓનું સંચાલન પશ્ચિમ રેલ્વેમાંથી પસાર થતી 1 સ્પેશિયલ ટ્રેનના 6 રાઉન્ડનું સંચાલન

અમદાવાદ, ૧૧ડિસેમ્બર: મુસાફરોની સુવિધા માટે આ સમયગાળા દરમિયાન અને મુસાફરોની વધારાની સંખ્યાને સમયોજિત કરવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા ઓખા-એર્નાકુલમ અને ઓખા-રામેશ્વરમ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોધપુર અને ચેન્નાઈ એગમોર વચ્ચે ચાલતી સ્પેશિયલ ટ્રેન પશ્ચિમ રેલ્વેના કેટલાક સ્ટેશનોમાંથી પસાર થશે.પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીસ મુજબ આ ટ્રેનોની વિગતો નીચે આપેલ છે: –
1. ટ્રેન નં. 06337/06338 ઓખા-એર્નાકુલમ જ. દ્વિ-સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ (12 રાઉન્ડ)
ટ્રેન નં. 06337 ઓખા-એર્નાકુલમ જ. સ્પેશિયલ દર સોમવારે અને શનિવારે 06..45 વાગ્યે ઓખાથી ચાલીને બીજા દિવસે 23.55 વાગ્યે એર્નાકુલમ પહોંચશે. આ ટ્રેન 14 ડિસેમ્બર 2020 થી 2 જાન્યુઆરી 2021 સુધી ચાલશે. આવી જ રીતે ટ્રેન નં. 06338 એર્નાકુલમ જં. – ઓખા સ્પેશિયલ દર બુધવારે અને શુક્રવારે 20.25 વાગ્યે ચાલશે અને ત્રીજા દિવસે 16.40 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન 11 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2020 સુધી ચાલશે.આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાલિયા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, બોઇસર, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, માનગાંવ, રત્નાગીરી, કનકવલી, થિવિમ, મડગાંવ, કારવાર, હોનવર, ભટકલ, બાયંદૂર, કુંડાપુરા, ઉડુપી, સુરથકલ, મંગ્લોર જંકશન, કાસરગોડ, કાન્હાગદ, પય્યાનુર, કન્નુર, તેલલીચેરી, વડકારા, ક્વિલાન્ડ્ડી, કોઝિકોડ, પરાપનાગડી, તિરુર, કટ્ટીપુરમ,પત્તનબી, શારનસુર, થ્રીસૂર અને અલુવા સ્ટેશનનો પર રોકશે. ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ હશે.
2. ટ્રેન નં. 06734/06733 ઓખા-રામેશ્વરમ સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ (6 રાઉન્ડ)
ટ્રેન નં. 06734 ઓખા-રામેશ્વરમ ફેસ્ટિવલ સ્પેશિયલ દર મંગળવારે 08.40 વાગ્યે ઓખાથી ચાલશે અને 19.15 વાગ્યે રામેશ્વરમ પહોંચશે. આ ટ્રેન 15 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર 2020 સુધી ચાલશે. આવી જ રીતે ટ્રેન નં. 06733 રામેશ્વરમ-ઓખા સ્પેશિયલ રામેશ્વરમથી દર શુક્રવારે 22.10 વાગ્યે ચાલશે અને ચોથા દિવસે 10.20 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન 11 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર 2020 સુધી ચાલશે.આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળીયા, જામનગર, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, મનમાડ, નાગરસોલ, ઓરંગાબાદ,જાલ્ના, પરભની, પૂર્ણા નાંદેડ, મુદખેડ, નિજામાબાદ, કામરેડ્ડી, કચેગુડા, મહબુબનગર, કુર્ણુલ સિટી, દ્રોણાચલમ, યેરગુન્ટલા, કડપપા, રેનીગુંટા, તિરુપતિ, કાટપાડી, જલરપેટાઇ, સલેમ, નમક્કલ, કરુર, ડીડુગલ, મદુરાઈ, મનમાદૂરઈ, પરતાકુડી, રામનાથપુરમ અને મંડપમ સ્ટેશન પર રોકશે. ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ હશે.
3. ટ્રેન નં. 06068/06067 જોધપુર-ચેન્નાઈ એગમોર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ (6 રાઉન્ડ)
ટ્રેન નં. 06068 જોધપુર-ચેન્નાઈ એગમોર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ જોધપુરથી દર સોમવારે 23.55 વાગ્યે ચાલશે અને ત્રીજા દિવસે 16.10 કલાકે ચેન્નઈ એગમોર પહોંચશે. આ ટ્રેન 14 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર 2020 સુધી ચાલશે. આવી જ રીતે ટ્રેન નં. 06067 ચેન્નાઈ એગમોર – જોધપુર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ દર શનિવારે 15.30 વાગ્યે ચેન્નાઈ એગમોરથી ચાલશે અને ત્રીજા દિવસે 08.00 વાગ્યે જોધપુર પહોંચશે.આ ટ્રેન 12 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર 2020 સુધી ચાલશે. આ ટ્રેન પશ્ચિમ રેલ્વે પર બંને દિશામાં પાલનપુર, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત અને નંદુરબાર સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ હશે.ટ્રેન નંબર 06337 અને 06734 નું બુકિંગ 12 ડિસેમ્બર, 2020 થી સુનિશ્ચિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત તમામ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત અને વિશેષ ભાડા સાથે દોડશે.