અમદાવાદ બાપુનગર શ્યામ શિખર કોમ્પલેક્ષમાં સવારે લાગી આગ
22થી વધુ દુકાનોમાં લાગી આગ, આગ પર કાબુ મેળવાયો
અમદાવાદ, ૦૬ ડિસેમ્બર: બાપુનગર વિસ્તારની શ્યામ શીખર કોમપ્લેક્ષમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગતા ચકચાર મચી ગઈ. આગના કારણે 22થી વધુ દુકાનો બળીને ખાખ થઇ ગઈ. મોટા ભાગે ઇલેક્ટ્રિક સામાન અને મોબાઈલ ફોનનું વેચાણ આ કોમપ્લેક્ષમાં થતું હતું ત્યારે આગના કારણે કરોડો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો. પ્રાથમિક માહિતી પ્રમાણે બિલ્ડીંગમાં આવેલ ચાની કીટલીના ગેસ સિલિન્ડરમાં અકસ્માતે આગ લાગી હોવાનું અથવા બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું તારણ જોવા મળી રહ્યું છે.
ઘટનાની જાણ થતાની સાથે ફાયર બ્રિગેડની 6 જેટલી ગાડીઓ આગ પર કાબુ મેળવવા પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો, સદનસીબે આગમાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ મોટાભાગની દુકાનો સળગી જતા કરોડો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો.
