aravind kumar 8ni422pxhhw unsplash

કુપોષણ મુક્ત ભારત માટે ફાળો આપવા અમિત શાહે તમામ નાગરિકોને કર્યું આહ્વાન

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ત્રીજા રાષ્ટ્રીય પોષણ માસ નિમિત્તે તમામ નાગરિકોને પ્રતિજ્ઞા લેવાની અને કુપોષણ મુક્ત ભારત માટે ફાળો આપવા આહ્વાન કર્યું

“બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પૂરતું પોષણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અગ્રતા છે”

“પ્રધાનમંત્રી મોદી દ્વારા 2018માં શરૂ કરાયેલ પોષણ અભિયાન એક મજબૂત યોજના છે, જે દેશમાંથી કુપોષણ દૂર કરવામાં અભૂતપૂર્વ ભૂમિકા ભજવી રહી છે”

“આ મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર ગંભીર તીવ્ર કુપોષણવાળા બાળકોના સાકલ્યવાદી પોષણ માટે દેશભરમાં સઘન અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરશે”

07 SEP 2020 by PIB Ahmedabad

ત્રીજા રાષ્ટ્રીય પોષણ માસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે તમામ નાગરિકોને પ્રતિજ્ઞા લેવાની અને કુપોષણ મુક્ત ભારત માટે ફાળો આપવા આહ્વાન કર્યું. શ્રી અમિત શાહે શ્રેણીબદ્ધ ટ્વિટમાં કહ્યું કે, “બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પૂરતું પોષણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રાથમિકતા છે.”

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, “પ્રધાનમંત્રી મોદી દ્વારા વર્ષ 2018માં શરૂ કરાયેલ પોષણ અભિયાન એક મજબૂત યોજના છે, જે દેશમાંથી કુપોષણને દૂર કરવામાં અભૂતપૂર્વ ભૂમિકા ભજવી રહી છે.”

શ્રી અમિત શાહે કહ્યું કે, “આ પોષણ માસ 2020 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર ગંભીર તીવ્ર કુપોષણવાળા બાળકોના સાકલ્યવાદી પોષણ માટે દેશભરમાં સઘન અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરશે.” 

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, આ યોજનાને વધુ મજબુત બનાવવા, ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ અને કુપોષણ મુક્ત ભારત માટે ફાળો આપીએ.

સપ્ટેમ્બર 2020માં ત્રીજા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. પોષણ માસનો ઉદ્દેશ્ય નાના બાળકો અને સ્ત્રીઓમાં કુપોષણને દૂર કરવા અને દરેકને આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત કરવા જન ભાગીદરીને પ્રોત્સાહિત કરવાનો છે.