JMC rain

જામનગરમાં ભારે વરસાદને પગલે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે

રિપોર્ટ:જગત રાવલ

૩૦ ઓગસ્ટ,જામનગરમાં ભારે વરસાદને પગલે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે, જામનગરના ઘણા વિસ્તારોમાં પાણીની હાલત કથળી હોવાનું જાણવા મળે છે, અને ડેમ, તળાવના ઓવરફ્લોને કારણે ટ્રાફિક પણ બંધ કરાયો હતો, શહેર જિલ્લામાં ઉંડ ડેમ, સસોઇ ડેમ, રણજીત સાગર ડેમ અને આજી ડેમ વિગેરે 20 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, વહીવટીતંત્ર દ્વારા ડેમની નિચાણવાળા વિસ્તારમાં અને આજુબાજુ રહેતા લોકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે.

જીલાના કાલાવડ, જોડિયા અને લાલપુરમાં અનેક પુલિયા પર નદીના પાણી ફરી વળતા કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો, જ્યારે માર્ગ પર ઘટાટોપ વૃક્ષો ધરાશાઈ થવાના અને વીજ પુરવઠો ખોરવાઈ જવાના સમાચારો સાંપડી રહ્યા છે.

Jamnagar Rain 3 2