વટવા ડીઝલ શેડે બનાવ્યો સ્ક્રેપ મટિરિયલ થી ફિટનેસ પાર્ક
૨૯ ઓગસ્ટ,પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના વટવા ડીઝલ શેડના રેલ્વે કર્મચારીઓએ માનનીય પ્રધાન મંત્રી જીના “ફીટ ઈન્ડિયા મુવમેન્ટ” ની કલ્પનાને સાકાર કરીને, બેકાર પડેલા ભંગારના માલમાંથી એક ફિટનેસ પાર્ક બનાવ્યો, જેમાં શારીરિક વ્યાયામના ઘણાં ઉપકરણો બનાવવામાં આવ્યાં હતાં.
મંડળ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે આપણા રેલ્વે કર્મીઓ ખૂબહોશિયાર અને કુશળ છે. “ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ” ની પ્રેરણા લઈને, તેમણે ડીઝલ એન્જિનમાંથી બેકાર થયેલા સ્પેરપાર્ટ્સના ભંગાર સાથે એક સંપૂર્ણ ફિટનેસ પાર્ક બનાવ્યો અને સાથે કસરતનાં ઘણાંઉપકરણો પણ બનાવ્યાં. આ રેલ્વે કામદારોને તેમની ફરજોથી મુક્ત થઇ ને અને તેમના સ્વાસ્થ્યનીસારી રીતે સંભાળ લઇ શકશે. કાર્યરત રેલ્વે કર્મચારીઓની સુવિધા માટે પીવાના પાણીની સગવડ માટે લોકર કમ ચેન્જિંગ રૂમ અને પાણીની પરબ પણ બનાવવામાં આવી છે.
સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર શ્રી આર.એન. ભારદ્વાજના જણાવ્યા મુજબ, વર્તમાન માં આ ડીઝલ શેડમાં ડીઝલ એન્જિનો ની સાથે-સાથે ઇલેક્ટ્રિક એન્જિનોનું સમયાંતરે ઓવેર લોડિંગ શરૂ કરવામાં આવ્યું છે, જે ની સાથે પ્રથમ એન્જિન પણ મધ્યમ હોલિંગ કરવામાં આવ્યું કે. જેમાં અધતન વિવિધતાનું હાઇરાઇઝ પેન્ટોગ્રાફ પણ સ્થાપિત થયેલ છે.