Sanetizer machine 3

અમદાવાદ વિભાગના રેલ્વે કર્મચારીઓએ અલ્ટ્રાવાયોલેટ સેનિટાઈઝિંગ મશીન અને તાપમાન પરીક્ષણના ઉપકરણો બનાવ્યા

Sanetizer machine 3

Sanetizer machine 2

આખી દુનિયામાં કોવિડ-19 કટોકટીનો સમય ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં રેલ્વે દ્વારા આ વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા  રેલ્વે કામદારો પણ જીજાન થી જોડાયેલા છે.આ જ સમયગાળામાં, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા એક નવો પ્રયોગ કરીને દ્વારા એકીકૃત કોચિંગ ડેપો સાબરમતીનાં રેલ્વે કર્મચારીઓ દ્વારા અલ્ટ્રાવાયોલેટ સેનિટાઈઝિંગ મશીન તથા વટવા ડીઝલ શેડના રેલ્વે કર્મચારીઓ દ્વારા તાપમાન પરીક્ષણ અને રેકોર્ડિંગ સાધનો  તૈયાર કર્યા છે.

 વિભાગીય રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝા એ  રેલ્વે કર્મચારીઓના સાર્થક પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આપણા કર્મચારી ઘણા કુશળ છે અને સંકટના સમયમાં નવીનતા લાવે છે.

 આ દરમિયાન, તાજેતરમાં, અમદાવાદ સ્થિત ઈન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો સાબરમતીના  આર જી રાઠોડ સિનિયર સેક્શન એન્જિનિયર, સુહાસ એ ચૌહાણ ટેક્નિશિયન અને મેઘનાથ આર કાર્પેન્ટરને  તેમના કુશળ હાથથી અલ્ટ્રાવાયોલેટ સેનિટાઈઝિંગ મશીન બનાવ્યું છે, જેમાં રોજિંદા ઓફિસના કામ માટે ઉપયોગ માં લેવાતી  ફાઇલો, કાગળો, સ્ટેશનરી મેગેઝિન વગેરે  સૅનેટાઇઝ  કરી શકાય છે.

  આ મશીન અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ પદ્ધતિના આધારે કાર્ય કરે છે. જેમાં યુવી ટ્યુબ (સી-વર્ગ), એસએમપીએસ – એડેપ્ટર, ચોક, ઓટોમેટિક કટ ઓફ સ્વીચ અને એક  લાકડાના બોક્સ નો ઉપયોગ કરવા માં આવ્યો છે. આ એક ઇલેક્ટ્રિકલી સંચાલિત મશીન છે જે માં યુવી ટ્યુબ્સ હોય છે જે 45 થી 60 સેકંડમાં વસ્તુઓને 360 સેનિટાઇઝિંગ માટે કરવા માં સક્ષમ છે. આ મશીન દ્વારા રેલ્વે કર્મચારીઓમાં કોરોના વાયરસના સંક્રમણને  અટકાવવામાં આવશે. આ સાધનસામગ્રીના નિર્માણ માટે 4500 રૂપિયા ખર્ચ થયા છે.આ જ ક્રમમાં વટવા ડીઝલ શેડના રેલ્વે કર્મચારીઓએ એક ટેમ્પરેચર  ટેસ્ટિંગ અને રેકોર્ડિંગ સાધનો બનાવ્યા છે. જેમાં એક OLED ડિસ્પ્લે છે જેમાં ત્વરિત તાપમાન, સમય અને તારીખ પ્રદર્શિત થાય છે.જો કોઈ વ્યક્તિનું ટેમ્પરેચર 100 ° F કરતા વધારે હોય, તો ઓડિયો વિઝ્યુઅલ સાંભળવામાં આવે છે અને ડિવાઇસમાં એક  એસ.ડી. કાર્ડ છે જેમાં એક્સેલ ફોર્મેટમાં ડેટા સુરક્ષિત રહે છે  જે ભવિષ્યમાં કોઈપણ સમયે કમ્પ્યુટર દ્વારા જોઈ શકાય છે.તે 230 વોલ્ટની ઇલેક્ટ્રિકલી સંચાલિત ડિવાઇસ છે જે બેટરીથી પણ ચલાવી શકાય છે.કોઈપણ વ્યક્તિને તાવથી પીડિત ઓળખી શકાય છે અને શેડના કર્મચારીઓને કોરોના વાયરસના ચેપથી સુરક્ષિત કરવામાં આવશે.શ્રી ઝાએ આ નોંધપાત્ર અને પ્રશંસનીય સિદ્ધિ પર આનંદ વ્યક્ત કરતાં આ આખી ટીમને યોગ્ય એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.