Ambaji 4

જાણો અંબાજી મંદિરનો બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનનો સમય

Ambaji Temple

અંબાજી મંદિર દિવાલી ના તહેવારો માં પણ ખુલ્લુ રહેશે..જે અન્નકુટ ધરાવાવનુ છેલ્લા આઢ માસ થી બંધ છે તે પણ બેસતાવર્ષ નાં દિવસે અન્નકુટ સહીત વિશેષ આરતી નો આયોજન

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, ૧૩ નવેમ્બર: દિવાળી ના નવાં દિવસોમાં લોકોમાં તીર્થ સ્થાનો એ જઇ દર્શન કરવાનો વિશેષ મહાત્યમ રહેલો છે દિવાળી ના તહેવારો માં અંબાજી માં યાત્રીકો નો ભારે ઘસારો રહેતો હોય છે ને જેમાં શ્રદ્ધાળુંઓને માં અંબા ના દર્શન ને આરતી નો લાભ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર આ વર્ષે કોરોના મહામારી હોવા છતા કોરોના સંક્રમણ ન વધે આયોજન સાથે આવખતે અંબાજી મંદિર યાત્રીકો માટે મદિર ખુલ્લુ રાખવા નિર્મણ કરવા માં આવ્યો છે તેવામાં બેસ્તાવર્ષ એટલેકે કારતક સુદ એકમ થી લાભ પાંચમ સુધી દર્શન આરતી ના સમય માં ફેરફાર કરવામાં આવ્યુ છે જેમાં રોજીંદા દર્શન ના સમય માં પણ વધારો કરવામાં આવ્યો છે અનેજે અન્નકુટ ધરાવાવનુ છેલ્લા આઢ માસ થી બંધ છે તે પણ બેસતાવર્ષ નાં દિવસે નીજ મંદિરમાં 56 ભોગ નો અન્નકુટ સહીત વિશેષ આરતી નો આયોજન કરવામાં આવ્યુ છે

તારીખ 15/11/2020ના બપોરે 12.00 થી 12.30 માતાજી ને અન્નકુટ ધરાવી આરતી કરાશે

  • તારીખ 16/11/2020 નાં બેસતાવર્ષઃ-
  • સવારે મંગળા આરતીઃ- 06.00 થી 06.30
  • દર્શન સવારેઃ- 06.30 થી 11.30
  • અન્નકુટ અને આરતીઃ- 12.15 થી 12.30
  • દર્શન બપોરેઃ- 12.30 થી 04.15
  • સાંજે આરતીઃ- 18.30 થી 19.00 અને દર્શનઃ- 19.00 થી 23.00 સુધી રહેશે.

તારીખ 17/11/2020 થી 19 /11/2020 લાભ પાંચમ સુધી…

  • સવારે મંગળા આરતીઃ-06.30 થી 07.00
  • દર્શન સવારેઃ-07.00 થી 11.30
  • દર્શન બપોરેઃ- 12.30 થી 16.15
  • સાંજે આરતીઃ- 18.30 થી 19.00
  • અને દર્શનઃ-19.00 થી 23.00 સુધી રહેશે અને ત્યારે બાદ 20/11/2019 થી સવાર ની આરતી 07.30 કલાક ની રાબેતા મુજબ રહેશે.

એટલુજ નહી આજે ધનતેરસ થી શરુ થઈ રહેલા દિવાળી ના તહેવારો ને લઈ જીલ્લા કલેકટર આનંદ પટેલ, વહીવટદાર એસ જે ચાવડા તથા એક દાતા દ્વારા અંબાજી માં કામ કરી રહેલા સપાઈ કામદારો સહીત ગરીબ લોકો ને દિવાળી ની શુભેચ્છા સહીત મીઠાઈ, ફરસાણ તથા ફટાકડાની 484 કીટ પણ આજે કલેકટર ની હસ્તે વિતરણ કરવામાં આવી હતી

whatsapp banner