Jmc pooja 4 2

જામનગરની આયુર્વેદ યુનિવર્સીટીમાં આજે ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ દેવ ની પૂજા અર્ચના કરાઇ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૩ નવેમ્બર: સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રીય દરજ્જો મેળવવા જઈ રહેલી જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ યુનિવર્સિટી કે જેમાં આજે ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ દેવ ની મહાપૂજા કરવામાં આવી હતી. ભારત સરકારના આયુષ વિભાગના અધિક સચિવ અને જામનગરના તત્કાલીન વાઇસ ચાન્સેલર વૈદ્ય રાજેશ કોટેચા કે જેઓ બે દિવસ માટે ના જામનગર ના મહેમાન બન્યા હતા, અને જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે, જે ના તેઓ સાક્ષી બન્યા છે.

ઉપરાંત આજે સવારે ૯ વાગ્યે ગુલાબકુંવરબા આયુર્વેદ યુનિવર્સિટીના ધનવંતરી મંદિર હોલ માં આવેલી ભગવાન ધન્વંતરિ દેવ ની પ્રતિમા સમક્ષ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ વેળાએ જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના તમામ વૈદ્ય તથા વિદ્યાર્થીગણ સહિતનાઓ હાજર રહ્યા હતા, અને ધન્વંતરિ દેવનું પૂજન કર્યું હતું.