ગેસ સિલિન્ડર ના ભાવ વધારાનો વિરોધ કરી રહેલ મહિલા કોંગ્રેસની કાર્યકર્તા ઓની અટકાયત કરાઈ.

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૫ ડિસેમ્બર: જામનગરમાં ગેસ સિલિન્ડર માં તાજેતરમાં થયેલા ભાવ વધારાનો મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા મહિલા કોંગ્રેસના હોદેદારો ની અટકાયત કરી હતી.
જામનગર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા ની આગેવાનીમાં ગેસ સિલિન્ડર ના ભાવ વધારાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો મહિલા કોંગ્રેસના સહારાબેન મકવાણા, જેનમબેન ખફી, નીતાબેન પરમાર સહિત ના બહેનોએ ગેસના ચૂલા સાથે બેનરો સાથે કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
જામનગરના લાલબંગલા ચોકમાં વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલા કોંગ્રેસ ની બહેનો ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી
આ પણ વાંચો….
loading…