Grass Cutter edited

મહિલા પશુપાલકે ‘વિદ્યુત સંચાલિત ચાફ કટર’ મેળવીને ઘાસચારાના બગાડને અટકાવ્યો

Grass Cutter edited
  • ઓલપાડ તાલુકાના માસમા ગામના મહિલા પશુપાલકે ‘વિદ્યુત સંચાલિત ચાફ કટર’ મેળવીને ઘાસચારાના બગાડને અટકાવ્યો
  • સરકારની યોજના થકી મળેલી સહાયના કારણે ઈલેક્ટ્રિક ચાફ કટર ખરીદી શક્યા છીએ: જ્યોતિબેન પટેલ

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૦૪ ડિસેમ્બર: રાજ્ય સરકારના મહિલા સશક્તિકરણના વિવિધ પગલાઓના કારણે મહિલાઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ અમલી છે. જેનો લાભ લઈ રાજ્યના પશુપાલકો આત્મનિર્ભર બનવાની સાથે ખેતી અને પશુપાલનને સરળ, સુગમ બનાવી અન્ય લોકોને રોજગારી પણ આપી રહ્યાં છે.

whatsapp banner 1

પશુપાલનમાં પણ નારીશક્તિનું યોગદાન વધ્યું છે. સુરતના ઓલપાડ તાલુકાના માસમા ગામના જ્યોતિબેન પટેલ પણ અવારનવાર સરકારી યોજનાઓનો લાભ મેળવીને તેને પશુપાલન અથવા ખેતીમાં ઉપયોગ કરે છે. રાજ્ય સરકારના કૃષિ અને સહકાર વિભાગની ‘વિદ્યુત સંચાલિત ચાફ કટર’નો લાભ લઈ જ્યોતિબેનના પરિવારને ખેતીકામ અને પશુપાલનમાં સરળતા થઈ છે. જિલ્લા પંચાયત દ્વારા પશુપાલનની આ યોજના વિશે જાણ થતા પોતાના પરિવારના સહયોગથી તેમણે સુરત જિલ્લા પંચાયતમાં નોંધણી કરાવી હતી. ‘વિદ્યુત સંચાલિત ચાફ કટર’ યોજનાનો લાભ લઇ જ્યોતિબેનની પશુપાલન દ્વારા થતી આવકમાં વધારો અને શ્રમમાં ઘટાડો થયો છે. આ યોજનામાં તેમને પશુઓના નિરાણ માટે ઘાસચારો કાપીને ખવડાવવા માટે વિદ્યુત સંચાલિત ચાફ કટરની ખરીદી પર ૭૫ ટકા એટલે કે ૧૫ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી હતી.

પશુપાલનના કામમાં ખુબ ઉપયોગી બનેલી આ સાધન સહાય મેળવીને જ્યોતિબેન ખુશખુશાલ છે. તેઓ જણાવે છે કે, યોજના થકી મળેલી સહાયના કારણે ઈલેક્ટ્રિક ચાફ કટર ખરીદી શક્યા છીએ. આ કટર વડે ઘાસચારાને ટુકડા કરી પશુઓને ખવડાવવાથી ઘાસચારાનો બગાડ અટકે છે. આશરે ૨૦ થી ૩૦ ટકા સુધી ચારાની બચત થાય છે, જેથી મજુરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે. નાના ટુકડા સુપાચ્ય હોવાથી પાચનશક્તિમાં પણ વધારો થાય છે. જેથી દૂધ ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. જે ફક્ત સરકારની આ યોજના વડે શક્ય બન્યું છે. જેથી રાજ્ય સરકાર અને સુરત જિલ્લા પંચાયતનો આભાર માનું એટલો ઓછો છે.