જામનગરમાં લગ્નતિથીની કરાઈ અનોખી ઉજવણી…

લગ્નદિવસની ઉજવણીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને સહ પરિવાર ફિલ્મ બતાવવામાં આવી.
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૬ ડિસેમ્બર: પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધારાબેન પુરોહિત તથા ઉપપ્રમુખ પરિમલભાઈ ભટ્ટની લગ્નની વર્ષગાંઠની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવી. જેમાં ઝૂપડપટ્ટી ના 170 જેટલા બાળકોને તેમના માતાપિતા સહિત શહેરના આઈનોકસ થીયેટરમાં હાલમાં ચાલી રહેલ સફળ ગુજરાતી અર્બન ફિલ્મ “યુવા સરકાર” બતાવવામાં આવ્યું. જેમાં સોનામાં સુગંધ ભળે તેમ ફિલ્મના લીડ હિરો હર્ષલભાઈ માંકડ તથા ડાયરેક્ટર રક્ષિતભાઈ વસાવડા હાજર રહ્યા હતા અને તમામ બાળકો તથા વાલીઓ સાથે ખૂબ વાતો કરી હતી અને ફોટો પડાવી બાળકોને ખૂબ આનંદ કરાવ્યો હતો.
તમામ સહયોગ ફિલ્મના પ્રોડયુસર નિલેશભાઈ કાત્રોડીયાનો રહ્યો હતો અને બાળકો, વાલીઓને આઈનોકસ ટોકીઝ દ્વારા નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આથી આ તકે પ્રોડ્યુસર નિલેશભાઈ, હર્ષલભાઈ અને રક્ષિતભાઈને તેમજ આઈનોકસ થીયેટરને આભાર સ્વરૂપ મોમેન્ટો સંસ્થા દ્વારા આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો….

તમામને આ પારિવારિક ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. આ ઈવેન્ટ સફળ બનાવવા નિશિતા, તિર્થા ગોન્ડલીયા, પ્રેમ માવ, ઋત્વિક ગોન્ડલીયા, જયદીપ ઈન્ગોલે, બંસી લખતરિયા, યશ ભટ્ટી, શીતલ સુથાર, તથા ભાવેશ વિગેરે દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી.
આ પણ વાંચો….




