મુખ્યમંત્રીશ્રી નૂતન વર્ષ દિવસ નો પ્રારંભ પંચદેવ મંદિર માં પૂજન અર્ચન થી કર્યો હતો

CM Rupani Puja archana at panchdev mandir on diwali

ગાંધીનગર, ૧૬ નવેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ વિક્રમ સંવત 2077 ના નૂતન વર્ષ દિવસ નો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિર માં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન થી કર્યો હતો
શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે આજે સવારે મુખ્યમંત્રીશ્રી પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન શ્રી રામ,લક્ષ્મીનારાયણ,અંબાજી સહિત ના દેવોના પૂજન અર્ચન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી એ સૌ નાગરિક ભાઈ બહેનો ને દિપાવલી અને નૂતન વર્ષ ની શુભકામના પાઠવતા કહ્યું કે આ નવા વર્ષ માં સૌનું આરોગ્ય સુખ સમૃદ્ધિ વધુ ઉન્નત બને .રાજ્ય ની વિકાસ યાત્રા પણ આગળ ને આગળ ધપતી રહે તેવી પ્રાર્થના તેમણે કરી છે

ખાસ કરીને પ્રવર્તમાન કોરોના સંક્રમણ ની મહામારી થી સમગ્ર માનવ જાત મુક્ત થાય અને સૌ ની તંદુરસ્તી જળવાય તેવી મંગલ કામના મુખ્યમંત્રીશ્રી એ કરી હતી શ્રી વિજય ભાઈ રૂપાણી એ સૌ નાગરિકો ને અનુરોધ પણ કર્યો કે આ પર્વો તહેવારો ની ઉજવણી સાવચેતી સાથે અને માસ્ક સહિત ના સતર્કતા ના પગલાં થી કરે.ભીડભાડ ના કરે તેમજ તેનાથી દૂર રહે. તેમણે કહ્યું કે રાજ્ય નું આરોગ્ય તંત્ર તહેવારો ના આ દિવસોમાં પૂર્ણ સજજ છે અને સંક્રમણ નિયંત્રણ અને ઉપચાર માટે તબીબી કર્મીઓ ખડે પગે છે.

CM Vijay Rupani at panchdev mandir Gandhinagar

મુખ્યમંત્રીશ્રી એ રાજ્ય ના નાગરિકો ને રાજ્ય સરકાર ના અત્યાર સુધીના પરિણામ કારી પ્રયાસોમાં જનતા જનાર્દને જે સહકાર આપ્યો છે તેજ સહકાર આપે અને કોરોના ની રસી આવનારા વર્ષમાં શોધાય ત્યાં સુધી કોઈ ઢીલાશ ના રાખે અને સ્વસ્થતા પ્રત્યે સતર્ક રહે તેવી અપિલ પણ નૂતન વર્ષ પ્રારંભ દિને કરી હતી.
ગાંધીનગર ના મેયર શ્રીમતી રીટા બહેન પટેલ સહિત અગ્રણીઓ સંગઠન પદાધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા અને અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ ને પણ સાલમુબારક પાઠવી અભિવાદન ઝીલ્યું હતું.