અમદાવાદ ડિવિઝન પરના માલિયા મિયાણામાં સાતમા ખાનગી ફ્રેટ ટર્મિનલનો પ્રારંભ

અમદાવાદ, ૨૫ ડિસેમ્બર: અમદાવાદ ડિવિઝન પશ્ચિમ રેલ્વેનું એક મહત્વપૂર્ણ ડિવિઝન છે જ્યાંથી સૌથી વધુ આવક પ્રાપ્ત થાય છે. તાજેતરમાં ડિવિઝન કક્ષાએ સ્થપાયેલા બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની સખત મહેનત અને નિષ્ઠાપૂર્વકની કામગીરીને કારણે અમદાવાદ ડિવિઝનને વધુ એક સફળતા મળી છે. જેમાં માલિયા મિયાણામાં મેસર્સ આર્યા ઓશિયન લોજિસ્ટિક્સ પાર્ક પ્રાઈવેટ લિમિટેડના ખાનગી ટર્મિનલનો શુભારંભ અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ શ્રી દિપકકુમાર ઝા એ વર્ચુઅલ માધ્યમથી કર્યો હતું.
આ દરમિયાન અપર ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી અનંત કુમાર, સિનિયર ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર શ્રી પવનકુમાર સિંહ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવ સહિત વરિષ્ઠ રેલવે અધિકારીઓ અને પીએફટીના વરિષ્ઠ અધિકારીઓ પણઉપસ્થિત રહ્યા હતા. વરિષ્ઠ ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર શ્રી પવનકુમાર સિંહે જણાવ્યું હતું કે આ પીએફટીથી ડિવિઝનમાં મહત્તમ 7 ખાનગી ફ્રેટ ટર્મિનલ થઈ ગયા છે. જેમાં સાણંદ, સુખપુર, જાખવાડા, વિરમગામ, ભંકોડા અને શિખા ખાતે પહેલાથી જ ખાનગી ફ્રેટ ટર્મિનલ કાર્યરત છે. આ નોંધપાત્ર સફળતાથી અમદાવાદ ડિવિઝન પશ્ચિમ રેલ્વેનું પ્રથમ એવું ડિવિઝન છે જ્યાં મહત્તમ 7 પીએફટી કાર્યરત છે.જેનાથી રેલ્વેને ₹ 100 કરોડ થી વધુની આવક થાય છે..તેમણે જણાવેલ કે સંબંધિત પાર્ટી તરફથી વર્ષ માર્ચ 2019 માં એક પ્રસ્તાવ મળેલ હતો, જેને જૂન 2020 માં કામ માટે મંજૂરી મળી હતી અને ડિસેમ્બર 2020 માં તૈયાર થઈ ગઈ હતી. આ પ્રોજેક્ટ પર કુલ રૂ. 22 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પીએફટીથી પહેલા રેંક રૂપે નાંગલ ડેમ માટે ઈન્ડસ્ટ્રિયલ સોલ્ટ લોડ કરવામાં આવેલ જેનાથી રેલવેને 52.5 લાખ રૂપિયાની આવક થઈ હતી.
આ પણ વાંચો….