સયાજી નગરી અને કચ્છ એક્સપ્રેસ ભચાઉ સ્ટેશન પર રોકાશે.
અમદાવાદ, ૧૬ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09115/ 09116 દાદર-ભુજ-દાદર સયાજી નગરી સ્પેશિયલ અને ટ્રેન નંબર 09455/09456 બાંદ્રા ટર્મિનસ-ભુજ-બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ સ્પેશિયલ ભચાઉ સ્ટેશન પર રોકવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે: –
1. ટ્રેન નંબર 09115 દાદર-ભુજ સ્પેશિયલ 17 ડિસેમ્બર 2020 થી દરરોજ 04:00 વાગ્યે ભચાઉ પહોંચીને 04:02 વાગ્યે ભુજ માટે પ્રસ્થાન કરશે. અને વાપસી માં ટ્રેન નંબર 09116 ભુજ – દાદર સ્પેશિયલ દરરોજ 00:34 વાગ્યે ભચાઉ પહોંચીને 00:36 વાગ્યે દાદર માટે પ્રસ્થાન કરશે.
2. ટ્રેન નંબર 09455 બાન્દ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ 17 ડિસેમ્બર 2020 થી દરરોજ 06:06 વાગ્યે ભચાઉ પહોંચીને 06:08 વાગ્યે ભુજ માટે પ્રસ્થાન કરશે અને વાપસી માં ટ્રેન નંબર 09456 ભુજ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 22:14 વાગ્યે ભચાઉ પહોંચશે અને 22:16 વાગ્યે બાંદ્રા ટર્મિનસ માટે પ્રસ્થાન કરશે.