જામનગર વાલસુરામાં નેવી ડે ની ઉજવણી કરતું નૌ સેના.
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૪ ડિસેમ્બર: આજે ૪ ડિસેમ્બર ભારતીય નૌ સેના દ્વારા નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે, ૧૯૭૧ ના યુદ્ધમાં પાકિસ્તાનના કરાંચી બંદર ને જમીનદોસ્ત કરી, યુદ્ધમાં ભારતને ભવ્ય વિજય અપાવવાની ખુશીમાં પ્રતિવર્ષ નેવી ડે ઉજવવામાં આવે છે.
જામનગર સ્થિત ભારતીય નૌ સેના ના વડા મથક આઈ.એન.એસ વાલસુરા ખાતે પરેડ ગ્રાઉન્ડ ખાતે રંગારગ કાર્યક્રમો વચ્ચે હેરતભર્યા દાવો રજૂ કરી ઉજવણી કરવામાં આવી હતી.
સૂર્યાસ્ત સમયે જામનગરના વાલસૂરમાં નેવી ડે ની ઉજવણી સમયે વાલસૂરના કમાન્ડિંગ ઓફિસર અજય પટની સહિતના નૌ સેના ના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.