test lab 1

NABL Certification: સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજની લેબ સેવાઓને પ્રતિષ્ઠિત એન.એ.બી.એલ. સર્ટિફિકેસન મળ્યું

NABL Certification: બાયો કેમિસ્ટ્રી વિભાગ હેઠળ કાર્યરત ક્લિનિકલ કેમિસ્ટ્રી લેબે ૧૦ મહિનામાં વિવિધ પ્રકારના ૫.૩૭ લાખથી વધુ લેબ ટેસ્ટ કર્યા

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૧૭ જૂન:
NABL Certification: સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજની ઉમદા અને ગુણવત્તાસભર સેવાઓની કદર થઈ છે.ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માધ્યમથી ખૂબ પ્રતિષ્ઠિત એન.એ.બી.એલ.એક્રેડીટેસન મેળવવા માટેની અરજી, તેના માટેની રાષ્ટ્રીય સંસ્થા સમક્ષ વ્યાપક પૂર્વ તૈયારીઓ કરીને અને સચોટ દસ્તાવેજી પુરાવાઓ સાથે કરવામાં આવી હતી જેના પગલે તે પ્રદાન કરવામાં આવ્યું છે તેમ તબીબી અધિક્ષક ડો.રંજન ઐયર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj

તેમણે જણાવ્યું કે ટીમ સયાજીના ભાગરૂપે પ્રયોગશાળા દ્વારા ખાસ કરીને કોરોના અને મ્યુકરના રોગચાળામાં અવિરત સેવાઓ પ્રદાન કરવામાં આવી છે અને તેનાથી અસરકાર સારવાર નિર્ધારિત કરવામાં ખૂબ મદદ મળી છે. (NABL Certification) ઉપરોક્ત સંસ્થા દ્વારા મેડિકલ ટેસ્ટિંગ ના ક્ષેત્રમાં આઇ.એસ.ઓ.- 15189:2012 ના નિર્ધારિત માપદંડો અનુસાર ગુણવત્તા અને દક્ષતા ની જરૂરિયાતોની તલસ્પર્શી ચકાસણીને આધારે આ પ્રમાણપત્ર પ્રદાન (NABL Certification) કરવામાં આવ્યું છે.આ અમારે માટે ગૌરવની ક્ષણ છે એવી લાગણી તબીબી અધિક્ષકએ વ્યક્ત કરી છે.

N.A.B.L. Certification, sayaji hospital vadodara

અત્રે નોંધ લેવી ઘટે કે કોવિડ કાળમાં એન.એ.બી.એલ. કમિટીની રચના કરવામાં આવી જેનું અને બાયો કેમિસ્ટરી વિભાગનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. આ સર્ટિફિકેસન માટે (NABL Certification) સચોટ દસ્તાવેજો સાથે અરજી તૈયાર કરવાની સમગ્ર કામગીરી બાયો કેમિસ્ટ્રી વિભાગના વડા ડો શિલ્પા જૈને,તબીબી અધિક્ષકના સમુચિત માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂરી કરી જેના પરિણામે સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજને બીજીવાર આ પ્રતિષ્ઠિત પ્રમાનીતીકરણ પ્રાપ્ત થયું છે.

NABL Certification, sayaji hospital

અહીંની (NABL Certification) લેબ સેવાઓનો માત્ર વડોદરા શહેર અને જિલ્લાના જ નહિ પણ મધ્ય ગુજરાત અને રાજ્યના અન્ય જિલ્લાઓના અને પાડોશી રાજ્યોના રોગ પીડિતોને વિનામૂલ્યે મળ્યો છે જેની નોંધ લેવી ઘટે. સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજના છત્ર હેઠળ કાર્યરત બાયો કેમીસ્ટ્રી વિભાગની ક્લિનિકલ કેમિસ્ટ્રી લેબોરેટરીએ કોવિડ કટોકટી દરમિયાન રોગ પરીક્ષણમાં અને સારવાર નિર્ધારિત કરવામાં ખૂબ ઉપયોગી ડીડાયમર, એલ.ડી.એચ., એ. બી. જી. એનાલીસિસ, hba1c અને ફેરિટિન જેવા ટેસ્ટ અવિરત કર્યા છે.કટોકટીભર્યા ઓગસ્ટ ૨૦૨૦ થી મે ૨૦૨૧ ના સમયગાળા દરમિયાન અહીં કુલ ૫,૩૭,૭૨૫ ટેસ્ટ કરવામાં આવ્યા જે અભૂતપૂર્વ કામગીરી છે.

વડોદરા શહેર પોલીસના વફાદાર સ્નિફર ડોગ (શ્વાન) મીનાને અંતિમ સન્માન

NABL Certification: કોરોનાની સારવારમાં ડાયાબિટીસના નિયમન ની ખૂબ અગત્યતાને ધ્યાનમાં લઈને બાયો કેમિસ્ટ્રી લેબ દ્વારા ચોવીસે કલાક બ્લડ સુગર ચકાસણી અને hba1c ટેસ્ટ કરવામાં આવ્યા અને સંબંધિત તબીબોને એના ઓનલાઇન રિપોર્ટ ત્વરિત મળી શકે એવી જરૂરી વ્યવસ્થા કરવામાં આવી.આ વિભાગના તબીબો અને તમામ કર્મચારીઓ આ સમર્પિત સેવા માટે સલામને પાત્ર છે.