મેડીકલ તથા ડેન્ટલ અનુસ્નાતક વિદ્યાશાખા MD,MS,Diploma,MDS ની પ્રવેશ પ્રક્રિયા

અમદાવાદ, ૦૬ જુલાઈ ૨૦૨૦ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે મેડીકલ તથા ડેન્ટલ અનુસ્નાતક વિદ્યાશાખા (MD-MS-Diploma-MDS) ની પ્રવેશ પ્રક્રિયા માટે તારીખ ૦૬/૦૭/૨૦૨૦ ના રોજ બીજારાઉન્ડ ની સીટો ની ફાળવણી કરી દેવામાં આવેલ છે. તેમાં MD, MS, Diploma ની વિવિધ શાખાઓ માં ૧૫૫૦ તથા MDS ની વિવિધ શાખઓ માં ૨૦૫ સીટો ની ફાળવણી કરવામાં આવેલ છે. જયારે MD, MS, Diploma ની વિવિધ શાખાઓ માં ૨૦ તથા MDS ની વિવિધ શાખઓ માં ૨૧ સીટો ખાલી રેહવા પામી છે. ફળવાયેલ પ્રવેશ કન્ફર્મ કરવા માટે ઉમેદવારે તા: ૦૬/૦૭/૨૦૨૦ થી ૧૦/૦૭/૨૦૨૦ સુધી ઓનલાઈન અથવા એક્સિસ બેંકની નિયત કરેલ શાખામાં ફી જમા કરાવી તા: ૦૬/૦૭/૨૦૨૦ થી ૧૧/૦૭/૨૦૨૦ સુધી નિયત કરેલા હેલ્પ સેંટર ખાતે અસલ પ્રમાણપત્ર સાથે રીપોર્ટીંગ કરવાનું રહેશે. આ અંગેનો વિગતવાર કાર્યકમ પ્રવેશ સમિતિની વેબસાઈટ પર જાહેર કરવામા આવેલ છે.

વિદ્યાર્થીઓને પ્રવેશ સમિતિ ની વેબસાઈટ નિયમિત રીતે જોવા જણાવવામાં આવે છે