screen post hIXmJH9xhoo unsplash

ઓનલાઇન ગેમિંગ, ભ્રામક રમતો વગેરે પરની જાહેરાતો માટે સૂચનો બહાર પાડ્યા. 15 ડિસેમ્બર, 2020થી લાગુ થશે.

Mobile online game .Photo by SCREEN POST on Unsplash
Photo by SCREEN POST on Unsplash

અમદાવાદ, ૦૫ ડિસેમ્બર: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે ઓનલાઇન ગેમિંગ, ભ્રામક રમતો વગેરે અંગે સૂચનો બહાર પાડ્યા. મંત્રાલય દ્વારા પ્રસારણકર્તાઓને સલાહ આપવામાં આવી છે કે તે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા  બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાના મુદ્દાઓનું પાલન કરે. મંત્રાલયે એ પણ સૂચિત કર્યું છે કે જાહેરાતોમાં કાયદા અથવા કાયદા દ્વારા પ્રતિબંધિત કોઈપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન ન આપવું જોઈએ.

whatsapp banner 1

એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્ઝ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એસસીઆઈ)એ 24.11.2020ના રોજ ઓનલાઇન ગેમિંગ પર જાહેર કરેલી માર્ગદર્શિકા.જે 15 ડિસેમ્બર, 2020થી લાગુ થશે

1. ગેમિંગની કોઈ પણ જાહેરાતમાં 18 વર્ષથી નીચેની વય ધરાવતી વ્યક્તિ કે 18 વર્ષથી ઓછી વય ધરાવતી વ્યક્તિને વાસ્તવિક નાણાં જીતવા માટે ઓનલાઇન ગેમિંગની ગેમ રમતી નહીં દર્શાવી શકાય અથવા આ પ્રકારની વ્યક્તિઓ ગેમ રમી શકે છે એવું સૂચવી નહીં શકાય.

2. આ પ્રકારની દરેક ગેમની જાહેરાતમાં નીચેના અસ્વીકારણ દર્શાવવા પડશેઃ

a. પ્રિન્ટ/સ્થિરઃ આ ગેમમાં નાણાકીય જોખમ સંકળાયેલું છે અને તમને એની લત લાગી શકે છે. કૃપા કરીને જવાબદારી સાથે અને તમારા પોતાના જોખમે રમો.

i. આ પ્રકારનું અસ્વીકરણ જાહેરાતની ઓછામાં ઓછી 20 ટકા જગ્યા રોકવું જોઈએ.

ii. એમાં એએસસીઆઈની આચારસંહિતા અસ્વીકારણની માર્ગદર્શિકા 4 (i) (ii) (iv) અને (viii)ના અસ્વીકારણના ધારાધોરણો પણ પૂર્ણ કરવા  જોઈએ

b. ઓડિયો/વીડિયો: ” આ ગેમમાં નાણાકીય જોખમ સંકળાયેલું છે અને તમને એની લત લાગી શકે છે. કૃપા કરીને જવાબદારી સાથે અને તમારા પોતાના જોખમે રમો.”

i. આ પ્રકારનું અસ્વીકારણ જાહેરાતના અંતે સામાન્ય બોલવાની ઝડપે વ્યક્ત થવું જોઈએ

ii. એમાં જાહેરાત જેવી ભાષાનો ઉપયોગ કરવો પડશે

iii. ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમો માટે અસ્વીકાર ઓડિયો અને વિઝ્યુઅલ એમ બંને ફોર્મેટમાં આપવાની જરૂર રહેશે

3. જાહેરાતોને ‘આવકની તક કે રોજગારીના વિકલ્પ તરીકે વાસ્તવિક નાણાં જીતવા માટેની ઓનલાઇન ગેમિંગ’ તરીકે રજૂ નહીં કરી શકાય.

4. જાહેરાતમાં એવું સૂચન ન થવું જોઈએ કે, ગેમિંગ એક્ટિવિટીમાં સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિઓની સરખામણીમાં એક અથવા બીજી રીતે વધારે સફળ છે.

આ પણ વાંચો……