પશ્ચિમ રેલવેની 5 વધુ વિશેષ ટ્રેનોના ચલાવવાના સમયમાં સુધારો

Passenger sitting in Train

અમદાવાદ, ૦૨ ડિસેમ્બર: પશ્ચિમ રેલવેની વિવિધ તહેવાર સ્પેશીયલ અને અન્ય વિશેષ ટ્રેનોના ઓરીજીનેટિંગ/ટર્મિનેટિંગ સમયને ડીસેમ્બર, 2020 ની અલગ અલગ તારીખોથી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09111/09112 વલસાડ-હરદ્વાર તેમજ ટ્રેન નંબર 02919/02920 ડો. આંબેડકર નગર–શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્પેશીયલ અગાઉ જણાવવામાં આવેલ સુધારેલા સમયને બદલે પોતાના નિર્ધારિત સમય મુજબ જ ચાલશે.

Railways banner

ટ્રેન નંબર 02945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સુપરફાસ્ટ સ્પેશીયલ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ઉપરથી 2 ડીસેમ્બર, 2020 થી 21.05 વાગ્યે નીકળશે. ટ્રેન નંબર 09028 બાંદ્રા ટર્મિનસ – જમ્મુ તાવી સ્પેશીયલ ટ્રેન 15.25 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. એક અન્ય મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર ટ્રેન નંબર 09116/09115 ભુજ–બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશીયલ ટ્રેનને ક્રમશ: 1 અને 2 ડીસેમ્બર, 2020થી સુપરફાસ્ટમાં બદલી નાખવામાં આવી છે. એટલા માટે, પહેલાથી બુક કરાયેલ ટીકીટોનાં ભાડામાં રહેલ તફાવત મુસાફરો પાસેથી વસૂલ કરવામાં આવશે. જેના માટે જરૂરી રેલવે અધિકારીયોની નિમણૂંક કરવામાં આવેલ છે.

પશ્ચિમ રેલવેનાં મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા બહાર પડાયેલ એક પ્રેસ જાહેરાત મુજબ, પશ્ચિમ રેલવેની 5 વધુ વિશેષ ટ્રેનોને ચલાવવાના સમયમાં ડીસેમ્બર, 2020ની અલગ અલગ તારીખોથી સુધારો કરવામાં આવેલ છે, જેનું વર્ણન પશ્ચિમ રેલવેનાં સ્ટેશનો ઉપર નિર્ધારિત રોકાણો સાથે નીચે આપવામાં આવી રહ્યું છે : –

). અમદાવાદ – પૂરી વિશેષ (પ્રતિદિવસ)

08406 વિશેષ ટ્રેન 4 ડીસેમ્બર, 2020થી અમદાવાદથી 19.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 06.55 વાગ્યે પહોંચશે. આ જ પ્રકારે, 08405 વિશેષ ટ્રેન 2 ડીસેમ્બર, 2020 ના રોજ પૂરી થી 19.20 વાગ્યે રવાના થશે અને ત્રીજા દિવસે 06.35 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન પશ્ચિમ રેલવેનાં નંદુરબાર, સુરત, ભરૂચ, વડોદરા અને આણંદ સ્ટેશનો ઉપર રોકાશે.

2. ઈન્દોર-દૌંડ સુપર ફાસ્ટ વિશેષ (ત્રિ-સાપ્તાહિક)

02944 વિશેષ ટ્રેન 4 ડીસેમ્બર, 2020 થી ઇન્દોર થી 16.30 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે 10.20 વાગ્યે દૌંડ પહોંચશે. 02943 વિશેષ ટ્રેન 5 ડીસેમ્બર, 2020 નાં રોજ દૌંડ થી 14.00 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે 08.30 વાગ્યે ઇન્દોર પહોંચશે. આ ટ્રેન પશ્ચિમ રેલવેનાં દેવાસ, ઉજ્જૈન, નાગદા, રતલામ, મેઘનગર, દાહોદ, ગોધરા, વડોદરા, સુરત અને વસઈ રોડ સ્ટેશનો ઉપર રોકાશે.

3. જામનગર – તિરૂનેલવેલી વિશેષ (દ્વિ સાપ્તાહિક)

09578 વિશેષ ટ્રેન 4 ડીસેમ્બર, 2020 નાં રોજ જામનગરથી 21.20 વાગ્યે રવાના થશે અને ત્રીજા દિવસે 18.20 વાગ્યે દૌંડ પહોંચશે. 09577 વિશેષ ટ્રેન 7 ડીસેમ્બર, 2020 નાં રોજ તિરૂનેલવેલી થી 07.40 વાગ્યે રવાના થશે અને ત્રીજા દિવસે 04.25 વાગ્યે તિરૂનેલવેલી પહોંચશે. આ ટ્રેન પશ્ચિમ રેલવેનાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી, બોઈસર અને વસઈ રોડ સ્ટેશનો ઉપર રોકાશે.

4. વડોદરા –વારાણસી સુપર ફાસ્ટ વિશેષ (સાપ્તાહિક)

09103 વિશેષ ટ્રેન 8 ડીસેમ્બર, 2020 નાં રોજ થી પ્રત્યેક મંગળવારે વડોદરા થી 20.45 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે 23.10 વાગ્યે વારાણસી પહોંચશે. 09104 વિશેષ ટ્રેન 10 ડીસેમ્બર, 2020 થી પ્રત્યેક ગુરુવારે વારાણસીથી 05.25 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે 07.20 વાગ્યે વડોદરા પહોંચશે. આ ટ્રેન પશ્ચિમ રેલવેનાં ભરૂચ, સુરત, નંદુરબાર અને અમલનેર સ્ટેશનો ઉપર રોકાશે.

5. ઓખા – પુરી વિશેષ (સાપ્તાહિક)

08402 વિશેષ ટ્રેન 9 ડીસેમ્બર, 2020 થી ઓખાથી 18.40 વાગ્યે રવાના થશે અને ત્રીજા દિવસે 18.15 વાગ્યે પુરી પહોંચશે. 08405 વિશેષ ટ્રેન 6 ડીસેમ્બર, 2020 નાં રોજથી પુરીથી 09.50 વાગ્યે રવાના થશે અને ત્રીજા દિવસે 10.20 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન પશ્ચિમ રેલવેનાં દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત અને નંદુરબાર સ્ટેશનો ઉપર રોકાશે.

મુસાફરો અપેક્ષિત વિશેષ ટ્રેનોનાં હોલ્ટ સ્ટેશનો ઉપર નિર્ધારિત આગમન/પ્રસ્થાન સમયની વિગતવાર જાણકારી www.enquiry.indianrail.gov.in ઉપર મેળવી શકે છે.******