Vaccine Narhari amin

અમદાવાદના વિસત-કોબા રોડ પર આવેલ SMS હોસ્પિટલ ખાતે ગુજરાતમાં કોવિડ-૧૯ રસીકરણનો માનનીય નરહરિ અમીન દ્વારા કરાયો શુભારંભ..

Vaccine Narhari amin

અમદાવાદના વિસત-કોબા રોડ પર આવેલ SMS હોસ્પિટલ ખાતે ગુજરાતમાં કોવિડ-૧૯ રસીકરણનો નરહરિ અમીન દ્વારા કરાયો શુભારંભ..

 

અમદાવાદ, ૧૬ જાન્યુઆરી : આજ રોજ રાષ્ટ્ર વ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાનનો શુભારંભ  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યો. અમદાવાદ શહેરની વિસત-કોબા રોડ પર આવેલ એસ.એમ.એસ. હોસ્પિટલ, ચાંદખેડા સેન્ટર ખાતે ગુજરાતમાં કોવિડ-૧૯ રસીકરણનો શુભારંભ શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા, ગુજરાત)નાં વરદહસ્તે કરાયો. 

Whatsapp Join Banner Guj

એસ.એમ.એસ. હોસ્પિટલ, ચાંદખેડા સેન્ટર ખાતે આ રસીકરણનો પ્રથમ ડોઝ ડૉ. બીપીનભાઈ પટેલને આપી શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડૉ. એ. કે. લેઉવા (ડીન, ડૉ. એમ.કે.શાહ મેડિકલ કોલેજ), શ્રી પૂર્વેશભાઈ શાહ (વાઇસ ચેરમેન, SMS હોસ્પિટલ), ડૉ. મહેન્દ્રભાઈ વેગડ, ડૉ. મૈત્રીબેન ગજ્જર, ડૉ. ચૈત્રીબેન શાહ તેમજ કોરોના કાળ દરમિયાન જે લોકો એ ખડે-પગે ઉભા રહી ફરજ બજાવી છે તેવા કોરોના વોરીયર્સ, હોસ્પિટલના તમામ તબીબી સ્ટાફ અને કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પણ વાંચો…

ઓસ્કરની રેસમાં શામેલ થઈ વિદ્યા બાલનની ફિલ્મ નટખટ, 2021ની યાદીમાં કરવામાં આવશે સામેલ