ગાંધીધામ – પુરીના સમયમાં બદલાવવધુ ત્રણ સ્ટોપેજ વધારવામાં આવ્યા
અમદાવાદ, ૦૮ ડિસેમ્બર: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-પુરી-ગાંધીધામ સ્પેશિયલના પૂર્વ તટ રેલ્વે ઉપર પાર્વતીપુરમ, પલાસા અને સોમપેટા સ્ટેશનો પર હlલ્ટ આપવામાં આવ્યા છે. આ સાથે, આ ટ્રેનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે: –
● ટ્રેન નંબર 02973/02974 ગાંધીધામ – પુરી – ગાંધીધામ સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 02973 ગાંધીધામ – પુરી સ્પેશિયલ પશ્ચિમ રેલ્વે પર સંશોધિત સમયાનુસાર પ્રતિ બુધવાર ગાંધીધામથી 13.45 વાગ્યે ચાલીને 16.45 વાગ્યે વિરમગામ, 18.40 વાગ્યે અમદાવાદ, 20.05 વાગ્યે આણંદ, 20.56 વાગ્યે વડોદરા, 22.55 વાગ્યે સુરત અને 01.10 વાગ્યે નંદુરબાર પહોંચશે. પરત ટ્રેન નંબર 02974 પુરી – ગાંધીધામ સ્પેશ્યલ પશ્ચિમ રેલ્વે પર સંશોધિત સમયાનુસાર 17.22 વાગ્યે નંદુરબાર, 20.23 વાગ્યે સુરત, 22.05 વાગ્યે વડોદરા, 23.53 વાગ્યે આણંદ, 00.20 વાગ્યે અમદાવાદ, 01.34 વાગ્યે વિરમગામ અને 06.00 વાગ્યે ગાંધીધામ પહોંચશે.