WR cyclothon

અમદાવાદ ડિવિઝન પર ફિટ ઈન્ડિયા સાયક્લોથોનનું આયોજન

WR cyclothon

અમદાવાદ, ૨૦ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાં 07 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધી યુથ અફેરસ અને સ્પોર્ટ્સ મંત્રાલયના નેજા હેઠળ ફીટ ઇન્ડિયા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું. 

Fit India Cyclothon organized on Ahmedabad division

ડિવિઝનલ રેલ્વે મેનેજર અને બોર્ડ સ્પોર્ટસ એસોસિએશનના અધ્યક્ષ શ્રી દિપકકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ આજે અમદાવાદ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા સાબરમતી ન્યૂ રેલ્વે કોલોની ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડથી એડીએસએ ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી 4 કિ.મી.ના સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 50 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. ગાંધીધામમાં, રેલવે ગ્રાઉન્ડથી રેલ્વે સ્ટેશન સુધીની 6 કિલોમીટરના સાયક્લોથોન અભિયાનમાં 70 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.       

શ્રી ઝાએ દરેકને નિયમિત જીવનમાં “ફિટ ઇન્ડિયા ડોઝ આધા ઘંટા રોજ” અપનાવવા આગ્રહ કર્યો.આ કાર્યક્રમનું સંચાલન એસોસિએશનના સેક્રેટરી શ્રી અભિષેકકુમાર સિંહ અને તેમની વેલ્ફરે ટીમે કર્યું હતું.