ડીઝલ શેડ,વટવા એ બનાવી ભારતીય રેલ્વે ની પ્રથમ ઓવર હેડ વાયર ઇન્ટરલોકિંગ સિસ્ટમ

અમદાવાદ,૨૩ સપ્ટેમ્બર: પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ ડિવિઝન ના વટવા ડીઝલ શેડ માં હાલમાં ડીઝલ એન્જિન ની સાથે ઇલેક્ટ્રિક એન્જિન નો પણ મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યો છે. આ માટે વટવા ના ડીઝલ શેડમાં એક ઓવર હેડ લાઇન નાખવામાં આવી છે, જે 25 કિલો વોલ્ટના હાઇ વોલ્ટેજ થી ચાર્જ રહે છે. એન્જિન ના મેન્ટેનન્સ દરમિયાન રેલ્વે કર્મચારીઓને ઘણીવાર એન્જિનની છત પર ચઢવું પડે છે, જેના કારણે હંમેશા પાવર ઓવર હેડ લાઇનમાં વોલ્ટેજ કરંટ હોવાને કારણે અકસ્માતનું જોખમ રહે છે. આ માટે ભારતીય રેલ્વેમાં પ્રથમ વખત ડીઝલ શેડ, વટવા દ્વારા અનુભવી અને આશાસ્પદ અને સખત મહેનત કરનારા રેલ્વે કર્મચારીઓના સમર્પણ અને સખત મહેનત સાથે ઇન્ટરલોકિંગ સિસ્ટમ બનાવવા માં આવી છે.
મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા એ શેડ ની આ સુવર્ણ સિદ્ધિ બદલ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આ સિસ્ટમમાં એન્જિનની છત ઉપર ચઢવા માટે વપરાતી સીડી લોક અવસ્થામાં રહે છે. ઓવર હેડ લાઇન આઇસોલેટ થાય અને લાઈન ના બંને છેડે ની ગ્રાઉન્ડિંગ થયા પછી સીડી નું લોક આપોઆપ ખુલી જાય છે અને તે પછી જ સીડીનો ઉપયોગ થી એન્જિનની છત પર ચઢી શકાય છે. એ જ રીતે, જ્યારે બધા કર્મચારીઓ એન્જિનની છત પરથી નીચે ઉતરી ને ગ્રાઉન્ડિંગ સળિયા અને સીડીને ફરીથી તેની નિયુક્ત જગ્યાએ લોક કરે ત્યારે ફરીથી ઓવર હેડ લાઇન ચાર્જ થાય છે. આ રેલ્વે કર્મીઓને સુરક્ષિત રાખે છે. ડીઝલ શેડ કર્મચારી પ્રાય ઓવર હેડ લાઇન ની નીચે કામ કરવા માટે ટેવાયેલા નથી જેના કારણે કર્મચારીઓમાં હંમેશા અકસ્માતનો ભય રહે છે. ઉપરોક્ત સિસ્ટમની સ્થાપનાને કારણે, ઓવર હેડ લાઇનને કારણે અકસ્માત થવાની સંભાવના રહેશે નહીં અને કર્મચારીઓ નિર્ભયપણે એન્જિન નો મેન્ટેનન્સ કરી શકશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે શેડમાં ઉપલબ્ધ સંસાધનોની મદદથી શેડમાં ઉપરોક્ત ઇન્ટરલોકિંગ સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે આ સિસ્ટમ સ્થાપિત કરવા માટેનો ખર્ચ ઘણો ઓછો થયો છે.
તેમણે વરિષ્ઠ મંડળ મિકેનિકલ એન્જિનિયર શ્રી આર.એન.ભારદ્વાજ અને સહાયક મંડળ મિકેનિકલ એન્જિનિયર શ્રી મેઘરાજ તાતેડ અને તેમની પુરી ટીમને આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવતા તેમને ઉચ્ચ કક્ષા એ એવોર્ડ આપવાની પણ જાહેરાત કરી છે.