surat discharge

ગોડાદરાના બીજલભાઈએ નવી સિવિલમાં બાવન દિવસ લાંબી લડતના અંતે કોરોનાને મ્હાત આપી

surat discharge

સિવિલના ડોકટરોએ મને મૃત્યુના મુખમાંથી ઉગાર્યો : બીજલભાઈ કવાડ

સુરત: નવી સિવિલમાં સતત ૨૦ દિવસ વેન્ટીલેટર અને ૧૮ દિવસ ઓક્સિજન પર રહ્યાં પછી સુરતના ૫૫ વર્ષીય બીજલભાઈ કવાડ કોરોનાને મ્હાત આપવામાં સફળ થયાં છે. તેમના પરિવારમાં ખુશીઓ માહૌલ છે. પોતાના સ્વજનનું સ્વસ્થ થવું એ ચમત્કારથી ઓછું નથી. બીજલભાઈના મજબૂત ઈરાદા અને નવી સિવિલના ડોકટરોની સતત મહેનતના કારણે આખરે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.
ગોડાદરાની ગંગાસાગર સોસાયટીમાં રહેતાં બીજલભાઈ ખોડાભાઈ કવાડ મૂળ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાડા ગામના વતની છે. વર્ષોથી સુરતમાં રહી ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ જણાવે છે કે, તા.૧૨મી જૂનના રોજ મને તાવ, શરદી અને ઉધરસ સાથે શારીરિક નબળાઈ જેવા લક્ષણો જણાતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તંદુરસ્તીમાં કોઈ સુધારો ન થવાથી પરિવાર દ્વારા ૧૩મી જુને સાંજે ૭.૦૦ વાગ્યે નવી સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ પડતા જેથી વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યો હતો. 
ડોકટરો મહેનત જોઇ મારૂ મનોબળ પણ મજબૂત બન્યું એમ જણાવતાં બિજલભાઈ ઉમેરે છે કે, સિવિલના  ડોક્ટર્સની કાળજીભરી સારવારથી ૨૦ દિવસ વેન્ટીલેટર પર રહી સ્વાસ્થ્યમાં સુધારો જણાયો હતો. ત્યારબાદ ૧૮ દિવસ ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો. ફરજ પરના ડો.મયુર કલસરિયા અને ડો.લાડુમોર સહિત નર્સિંગ સ્ટાફની સારવાર કારણે ધીરે ધીરે તબિયતમાં ઘણો સુધારો આવ્યો હતો.   ડોકટરોની નિયમિત વિઝિટ અને સતત મોનિટરીંગ થતું હતું. તા.૦૪ ઓગસ્ટના રોજ કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા સિવિલમાંથી રજા આપવામાં આવી હતી.
બિજલભાઈ કહે છે કે, સિવિલના તબીબી સ્ટાફ તરફથી લેવાયેલી પુરતી કાળજી અને આત્મીયભાવથી કરવામાં આવેલી સમયસરની સારવારના કારણે હું કોરોના સામે ૫૨ દિવસની લાંબી લડાઈ લડીને વિજયી બન્યો છું. તેઓ પોતાના પિતાના સાજા થવાનો સંપૂર્ણ શ્રેય નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફને જાય છે. સિવિલના ડોકટરોએ મને મૃત્યુના મુખમાંથી ઉગાર્યો છે. તેઓની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. સિવિલ હોસ્પિટલના તબીબોના કારણે નવજીવન મળ્યું છે.
કોરોના વાઈરસ સામે ૫૨ દિવસ સુધી ઝઝુમનાર બીજલભાઈ કોરોના વાઈરસ સામેનો જંગ જીતી જતાં હોસ્પિટલના સ્ટાફ પણ ખુશ હતો અને તેમને ભાવભરી વિદાય આપી હતી.