Screenshot 20200703 114518

ઝાયડ્સ કેડીલાને કોરોનાની રસીને હ્યુમન ટ્રાયલ માટે DCGIએ આપી મંજૂરી

અમદાવાદ, ૦૩જુલાઈ ૨૦૨૦

કોરોના વાઇરસની વેક્સીનની શોધ દુનિયાભરના દેશો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ભારતમાં પણ કોરોનાની વેકસીન માટે ઘણી વધી કંપનીઓ શોધ કરી રહી છે દેશમાં એક સપ્તાહમાં વે કંપનીઓએ વેકસીન ટ્રાયલ માટે મંજૂરી માંગી હતી જેને સરકાર ક્લિનિકલ મંજૂરી આપી છે સરકારે ઝાયડસ કેડીલાને કોરોનાની રસીને હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી આપી છે.

અમદાવાદ શહેરની કંપની ઝાયડસ કેડિલા હેલ્થ કેર લિમિટેડ હાલમાં વેક્સીન તૈયાર કરી રહી છે. DCGI દ્વારા વેક્સીનના ફેઝ-1 અને ફેઝ-2ના હ્યૂમન ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. કમ્પની આ ટ્રાયલ આ મહિનામાં શરૂ કરશે. જેના પર દેશ દુનિયાની નઝર છે.